મોરબી જીલ્લા લેન્ડ રેકર્ડના કર્મચારીઓ લડાયક મુડમા, અચોક્કસ મુદ્દતની હડતાળ બીજે દિવસે પણ મજબુત.પર.

Oplus_131072
Advertisement
Advertisement
 ચાર મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓ અને પેન્શનરોની સ્થિતિ દયનીય છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી.
હર્ષદ ત્રિવેદી, રાજકોટ.
લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારીઓ ગ્રેડ પે વધારવા મુદ્દે તા.૨૧ થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા કચેરીઓ સુમસામ ભાસે છે. જોકે, પગારધોરણ સુધારવા ઉપરાંત, ચાર ચાર મહિનાથી પગાર થયો ન હોવાથી સરકારથી નારાજ કર્મચારીઓ રાજ્ય મંડળના સહયોગથી તંત્રને આગોતરા ઢંઢોળી ગત તા. ૧૧ મી થી કચેરીમા હાજર રહી પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહી નારાજગી વ્યક્ત કરી હતી. તેમ છતા તંત્રે દાદ ન દેતા કર્મચારીઓ તા‌.૨૧ થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે‌.
મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડના વર્ગ ૩ ના કર્મચારીઓ ટેક્નિકલ પોસ્ટ પર ફરજ બજાવતા હોવા છતા અન્ય ડિપાર્ટમેન્ટના ટેકનિકલ સ્ટાફની સરખામણીમા ઓછા ગ્રેડ પે મેળવતા હોવાથી વિસંગતતાઓ દુર કરી પગાર ધોરણ સુધારી ગ્રેડ પે વધારવા સરકાર સમક્ષ લાંબા સમયથી માંગણી કરી રહ્યા હોવા હોવા છતા લુખ્ખા આશ્ર્વાસન સિવાય કોઈ નક્કર ઉકેલ ન આવતા નારાજ થઈ રાજ્ય મંડળ ના આદેશથી ગત તા.૧૧ થી તા.૧૮ સુધી સરકાર સામે નારાજગી વ્યક્ત કરવા ફરજ પર હાજર રહી પેન ડાઉન હડતાળ પાડી કામગીરીથી અળગા રહી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતા તંત્રે કે સરકારે દાદ ન દેતા રાજ્યભરના કર્મચારી ઓ તા.૧૯ મીએ સામુહિક સીએલ રજા મુકી સરકાર ને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો.પરંતુ જાડી ચામડી પર અસર ન થતા તા.૨૧ સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી ઉગ્ર આંદોલન છેડી દીધું છે. તાલુકાની કચેરીઓને બે દિવસથી અલીગઢી તાળા લાગી ગયા છે. સામુહિક હડતાળથી અરજદારોને પોતાના કામકાજ ખોરંભે ચડી ગયા છે.જીલાની કચેરીઓ સુમસામ ભાસી રહી છે. રેવન્યુ વિભાગનુ અતિ મહત્વનુ અંગ ગણાતા લેન્ડ રેકર્ડ વિભાગને આયોજન વગર અણઘણ નિર્ણય કરી વિકેન્દ્રીકરણ કરી ગત જુન મહિનાથી તાલુકા મથકે કચેરીઓ કાર્યરત કરી દઈ ડીઆઈએલઆર અને સીટી સર્વે કચેરી મર્જ કરી દેવાતા પગાર સહિતના અનેક પ્રશ્ર્નો ઉદભવ્યા છે. કારણકે, કાગળ પર નિર્ણય કરી અમલવારી કર્યો પરંતુ
પગાર સહિતના મામલે કોઈ પ્રકારનુ ફોલોપ ન લેવાતા કર્મચારીઓ ચાર ચાર મહિનાથી પગારથી વંચિત રહેતા મામલો વરસ્યો છે. કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવામા ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા કર્મચારીઓ રીતસર દયનીય સ્થિતિમા આવી ગયા છે. પરીવારની જવાબદારી વેંઢારતા કરીયાણુ, દુધ,દવા, માંદગી, બાળકોની કમરતોડ સ્કુલ ફી, વ્યવહાર સહિતના અનેક પ્રશ્ર્નો એ કર્મચારીઓનુ મોરલ તોડી નાંખ્યુ છે. જુન જુલાઈમા નિવૃત્ત થયેલા કર્મચારીઓને પગાર તો ઠીક પેન્શન સહિત નિવૃત્તિ બાદના હક્ક હિસ્સાની મરણ મુડી ની રકમ મળવાની આશા વર્તાતી નથી. જો લાંબુ ચાલશે તો પેન્શનરો પરીવાર સાથે ઉપવાસનુ શસ્ત્ર ઉઠાવે તે દિવસો દુર નથી.