ચાર મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓની સ્થિતિ દયનીય છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી.
હર્ષદ ત્રિવેદી, ટંકારા.
લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના તમામ ગત તા. ૧૧ મી થી કર્મચારીઓ ગ્રેડ પે સહિતની માંગણી પ્રત્યે સરકાર પક્ષેથી કાયમ લોલીપોપ મળતી હોવા ઉપરાંત, ચાર ચાર મહિનાથી પગાર પણ થયો ન હોવાથી કંટાળેલા મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડના વર્ગ ૩ ના કર્મચારીઓ રાજ્ય મંડળ સાથે પેન ડાઉન હડતાળનુ શસ્ત્ર ઉગામી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી છેલ્લા ચાર દિવસથી કચેરીએ હાજર રહી કામગીરી થી અળગા રહેતા પોતાના કામ સબબ ગામડેથી આવતા અરજદારો કંટાળીને નિરાશ વદને ધરમ ધક્કા ખાઈ પરત ફરી રહ્યા હોવાથી કંટાળીને પરત ફરી રહ્યા હતા. જોકે, પગાર મુદ્દે સરકાર હજુ સુષુપ્ત રહેતા કોકડુ વધુ ગુંચવાયુ છે.
મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડના વર્ગ ૩ ના કર્મચારીઓ ટેક્નિકલ પોસ્ટ પર ફરજ બજાવતા હોવા છતા અન્ય ડિપાર્ટમેન્ટના ટેકનિકલ સ્ટાફની સરખામણીમા ઓછા ગ્રેડ પે મેળવતા હોવાથી વિસંગતતાઓ દુર કરી પગાર ધોરણ સુધારી ગ્રેડ પે વધારવા સરકાર સમક્ષ લાંબા સમયથી માંગણી કરી રહ્યા હોવા હોવા છતા લુખ્ખા આશ્ર્વાસન સિવાય કોઈ નક્કર ઉકેલ ન આવતા કંટાળીને નારાજ થઈ ગત શુક્રવારથી ફરજ પર હાજર રહી કામગીરીથી અળગા રહી રાજ્યભરના કર્મચારીઓ પેનડાઉન હડતાળ પર ઉતરી ગયા છે.
રાજ્યભરના જમીન દફતર વિભાગના સર્વેયર અને સિનીયર સર્વેયરો પગાર મુદ્દે ઉકેલ ન આવતા નારાજ થઇ ગત તા.૧૧ સપ્ટેમ્બરથી કચેરીમાં ફરજ ઉપર હાજર રહી કામગીરી થી અળગા રહી ગ્રેડ પે મુદ્દે સરકારને ઢંઢોળવા સમગ્ર રાજ્યના કર્મચારીઓ લડતના પાંચ દિવસથી લડત ચલાવી રહ્યા છે.
ઉપરાંત, રેવન્યુ વિભાગનુ અતિ મહત્વનુ અંગ ગણાતા લેન્ડ રેકર્ડ વિભાગને આયોજન વગર અણઘણ નિર્ણય કરી વિકેન્દ્રીકરણ કરી ગત જુન મહિનાથી તાલુકા મથકે કચેરીઓ કાર્યરત કરી દેવાઈ હતી. જીલ્લા મથકે કાર્યરત ડીઆઈએલઆર અને સીટી સર્વે કચેરી મર્જ કરી તેનુ નામાભિધાન ઈન્સ્પેકટર ઓફ લેન્ડ રેકર્ડ કરી દઈ કચેરીઓ તાલુકા મથકે ખસેડી જીલ્લા મથકે ફરજ બજાવતા કર્મચારીઓને તાલુકા મથકે ફાળવી દેવાયા હતા. પરીણામે ડીઆઈએલઆરની સહીથી થતા પગારના નાણા ખર્ચ કરવાની સત્તા પણ રેવન્યુ સચિવે સરકારને વહાલા થવાની લ્હાયમાં ઉતાવળે નિર્ણય કરી જીલ્લા મથકે એસએલઆરને કાગળ પર પાવર એનાયત કરી દીધા બાદ કોઈ પ્રકારનુ ફોલોપ ન લેવાતા કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ચુકવાયો નથી. કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવામા ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા કર્મચારીઓ દયનીય સ્થિતિમા આવી ગયા છે. પરીવારની જવાબદારી વેંઢારતા કરીયાણુ, દુધ,દવા, માંદગી, બાળકોની કમરતોડ સ્કુલ ફી, વ્યવહાર સહિતના અનેક પ્રશ્ર્નો ઉદભવતા કર્મચારીઓ સેટલમેન્ટ કમિશનર ગાંધીનગરથી નારાજ થઈ અચોક્કસ મુદ્દતનુ આંદોલન છેડી દીધુ હતુ. સરકાર હજુ નહીં જાગે તો આગામી દિવસોમા અચોક્કસ હડતાળ પર ઉતરી આંદોલન ઉગ્ર બનાવવા રણનીતિ ઘડી રહ્યા છે.



