વિરપર ગામે બે પાડોશીઓ વચ્ચે ચાલતા વિવાદમા ફરી ઝપાઝપી, બંને પક્ષ ની સામસામે ફરીયાદ 

Advertisement
Advertisement
વિરપર ગામે બે પાડોશીઓ વચ્ચે ચાલતા વિવાદમા ફરી ઝપાઝપી, બંને પક્ષ ની સામસામે ફરીયાદ


ટંકારા તાલુકાના વિરપર ગામે વસતા બે પાડોશીઓ વચ્ચે ઘણા સમયથી કોઈ મુદ્દે વિવાદના બી રોપાયા હતા. ત્યા શનિવારે ફરી બંને પરીવારના સભ્યો વચ્ચે અગાઉ નો વાદ વકર્યો હતો.અને સામાન્ય માથાકુટ ઝપાઝપીમા પરીણમી હતી. બંને પક્ષોએ ટંકારા પોલીસમા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા વિરપર ગામે વસતા બે પાડોશીઓ વચ્ચે ઘણા સમયથી દિવાલ ચણવા મુદે્ ડખો્ખોથયો હતો. જે શાંત થવાના બદલે ફરી બબાલ થઇ હતી. અને બોલાચાલી ઝપાઝપી સુધી પહોંચતા વિવાદ વકર્યો હતો. અંતે, બને પક્ષો ટંકારા પોલીસ મથકે પહોંચી સામે ફરીયાદ નોંધાવી હતી. જેમા, ભાવનાબેન મહેશ ચાવડાએ સોનલબેન આંબા ચાવડા, શાંતાબેન આંબા ચાવડા, મુકેશ આંબા ચાવડા સહિતનાઓ સામે નોંધાવેલી ફરીયાદ મુજબ પોતાના ફળીયાની દિવાલ કરેલ હોય જે બાબતે અગાઉ ઝગડો થયો હતો.જેનો ખાર રાખી ફરી બબાલ કરી માથાકુટ કરી બેફામ વાણી વિલાસ કરી ઝપાઝપી અને હુમલો કર્યો હતો.અને જતા જતા પતાવી દેવાની દાટી મારી હતી.જ્યારે સામા પક્ષે શાંતાબેન આંબા ચાવડાએ ભાવનાબેન મહેશ ચાવડા, લક્ષ્મણ કારા ચાવડા, દર્શનાબેન લક્ષ્મણ ચાવડા, પ્રિતીબેન લક્ષ્મણ ચાવડા  વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદ મુજબ પોતાના પરીવાર ને દિવાલ ચણી ત્યારથી વાદ ચાલી રહ્યો છે.જે જુના ડખ્ખા નો ખાર રાખી પાડોશીઓએ એક સંપ કરી બબાલ કર્યા બાદ ઝપાઝપી કરી હતી.અને જગ્યા ખાલી કરી જતા રહેવા અન્યથા બધાને ઉપાડી લેવાની વળતી રાવ કરતા પોલીસે બંને પક્ષ ની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.