મોરબી જીલ્લા લેન્ડ રેકર્ડ વર્ગ -૩ કર્મચારીઓ ગ્રેડ પે મુદ્દે અચોક્કસ મુદ્દતની પેનડાઉન હડતાળ પર ઉતર્યા.

Oplus_131072
Advertisement
Advertisement
છેલ્લા ચાર મહિનાથી પગાર પણ ચુકવાયો ન હોવાથી કર્મચારીઓની હાલત કફોડી બની છે.
હર્ષદ ત્રિવેદી,ટંકારા.
લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના તમામ કર્મચારીઓની ગ્રેડ પે સહિતની અનેક માંગણીઓ પ્રત્યે સરકારપક્ષેથી કાયમ લોલીપોપ મળતી રહેતા મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારીઓ ગ્રેડ પે સહિતની માંગણીઓ ઉપરાંત, છેલ્લા ચાર મહિનાથી પગાર થયો ન હોવાથી કંટાળીને શુક્રવાર તા. ૧૧ સપ્ટેમ્બરથી પેન ડાઉન હડતાળનુ શસ્ત્ર ઉગામી રાજ્યભરના વર્ગ ૩ ના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા હતા.
મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારીઓ ટેક્નિકલ પોસ્ટ પર ફરજ બજાવતા હોવા છતા અન્ય ડિપાર્ટમેન્ટના ટેકનિકલ સ્ટાફની સરખામણી એ વિસંગતતાઓ હોય જે દુર કરી પગાર ધોરણ સુધારી ગ્રેડ પે વધારવા સરકાર સમક્ષ લાંબા સમયથી માંગણી કરી રહ્યા હોવા છતા લુખ્ખા આશ્ર્વાસન સિવાય કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે નારાજ થઈ શુક્રવાર તા.૧૧ સપ્ટેમ્બરથી ફરજ પર હાજર રહી કામગીરી થી અળગા રહી પેનડાઉન હડતાળ પર ઉતરી ગયા હતા.વર્ગ-૩ કર.મચાર  રાજ્યભરના જમીન દફતર વિભાગના સર્વેયર અને સિનીયર સર્વેયર ને ગ્રેડ પે મા અન્યાય થતો હોય સુધારો કરવાનો મુદ્દો ઉકેલવા અગાઉ માંગણી કરી ચુક્યા છે. છતા સરકાર પક્ષેથી પડતર મુદ્દો ન ઉકેલાતા નારાજ થઈ આજથી તા.૧૧ સપ્ટેમ્બરથી કચેરીમાં ફરજ ઉપર હાજર રહી કામગીરી થી અળગા રહી ગ્રેડ પે મુદ્દે સરકારને ઢંઢોળવા સમગ્ર રાજ્યના કર્મચારીઓએ આજથી લડતના મંડાણ કરી કામગીરી થી દુર રહ્યા છે. ઉપરાંત, રેવન્યુ વિભાગનુ અતિ મહત્વના અંગ ગણાતા લેન્ડ રેકર્ડ વિભાગને આયોજન વગર અણઘણ નિર્ણય કરી વિકેન્દ્રીકરણ કરી ગત જુન મહિનાથી તાલુકા મથકે કચેરીઓ કાર્યરત કરી દેવાઈ હતી. ત્યારથી કર્મચારીઓની અવદશા શરૂ થઈ છે. એમ કહેવુ જરાપણ અતિશયોક્તિ નથી. જીલ્લા જમીન દફતર નિરીક્ષકની જગ્યા સતાના જોરે એક જ ઝાટકે રદ કરી તેનુ નામાભિધાન ઈન્સ્પેકટર ઓફ લેન્ડ રેકર્ડ કરી દેવા સાથે સીટી સર્વે કચેરી મર્જ કરી દેવાતા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ ની પોસ્ટ પણ રદ થઈ ગઈ છે.અને જીલ્લા મથકે ફરજ બજાવતા કર્મચારી ઓને તાલુકા મથકે ફાળવી દેવાયા હતા. પરીણામે ડીઆઈએલઆરની સહીથી થતા પગારના નાણા ખર્ચ કરવાની સત્તા પણ રેવન્યુ સચિવે સરકારને વહાલા થવાની લ્હાયમાં ઉતાવળે નિર્ણય કરતા આપોઆપ રદ થઇ ગઈ છે. અને જીલ્લા મથકે એસએલઆરને કાગળ પર પગાર સહિતના ખર્ચ કરવાની સત્તા આપી દેવાઈ છે.પરંતુ હુકમ કર્યા બાદ કોઈ પ્રકારનુ ફોલોપ ન લેવાતા કર્મચારીઓ છેલ્લા ચાર મહિનાથી વગર વેતને વૈતરૂ કરી સરકાર ની શાખ બચાવી રહ્યા છે. પરંતુ  વેતન વગર કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવામા ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કર્મચારીઓ કરી દયનીય સ્થિતિમા આવી ગયા છે. પરીવારની જવાબદારી વેંઢારતા કરીયાણુ, દુધ,દવા, માંદગી, બાળકોની કમરતોડ સ્કુલ ફી, વ્યવહાર સહિતના અનેક પ્રશ્ર્નો ઉદભવતા કર્મચારીઓ ઘણા સમયથી નારાજ હતા જેને નજર અંદાજ કરાતા પગાર મુદ્દે સેટલમેન્ટ કમિશનર સહિત સરકાર અને ઉચ્ચ અમલદારો સહિત કોઈ દાદ દેતુ ન હોવાથી આખરે ગ્રેડ પે મુદ્દે અચોક્કસ મુદ્દતનુ આંદોલન છેડી દીધુ હતુ.