સતત ધબકતી ચહલપહલ ફફડાટ સાથે થંભી, બે બાઈક નો કચ્ચરઘાણ વળી ગયો.
Oplus_131072
ટંકારામા છેલ્લા ઘણા સમયથી આખલાનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, મહિલાઓ, બાળકો સહિત નગરજનોને જાહેર માર્ગો પર પસાર થતી વખતે ઘરે હેમખેમ પહોંચી શકવાનો ડર સતત હોય છે. રવિવારે લોકો ની સતત ચહલપહલ વાળા શહેરના મેઈનરોડ નગરપાલિકા કચેરી ની સામે ભર બજારમાં બે ખૂટ્યા જાહેરમા એકબીજા સાથે જોરશોરથી બાખડી દુકાન નજીક પાર્ક કરેલા બે બાઈક બાઈક ઉપર ખાબકતા બંને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘડીભર રાહદારી સહિત દુકાનદારોમા ફફડાટ જન્મ્યો હતો.
ટંકારા શહેરના હાર્ટ સમો વિસ્તાર ગણાતા દયાનંદ ચોકમાં નગરપાલિકા કચેરી સામે લોકો ની સતત ચહલપહલ વાળા ધબકતા વિસ્તારમા ઓચિંતા બે આખલા વચ્ચે દ્વંદ યુધ્ધ થતા ઘડીભર પગરવ થંભી ગયા હતા. અને નાસભાગ મચી ગઈ હતી. ખુંટીયા વચ્ચે ધમાસણ યુધ્ધ એટલી હદે વકર્યુ હતુ કે, ઉપસ્થિત માથી કેટલાકે આખલા યુધ્ધ અટકાવવા પ્રયાસો નિરર્થક રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી શહેરમાં આખલાઓનુ પ્રમાણ ઘણુ વધી ગયુ છે. ઉપરાંત, શહેર આખામાં મહિલાઓ,વૃધ્ધો, બાળકો સહિત તમામ નગરજનો કામકાજે બહાર નિકળતા ફફડે છે. હેમખેમ ઘરે પહોંચી જાય એટલે ઈશ્વર નો પાળ માને છે. રવિવારે જામેલા આખલા વોર થી દુકાન નજીક પાર્ક કરેલા બે બાઈક નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વેપારીઓ દુકાન રેઢી મુકી જીવ બચાવવા ભાગદોડ કરી હતી. ઘણા લાંબા સમયથી ખુંટીયાઓએ નગરને બાન મા લીધુ હોવા છતા લોકસેવાની ફિશીયારી ઠોકતા લોકલ કાર્યકરો ઉપરાંત શાસકો અને સતાધીશોના આંખ મિચામણા સામે જન આક્રોશ સીમા વળોટી ગયો છે.કોઈનો જીવનદીપ બુઝાઈ એ પૂર્વે પાલિકા દ્વારા આખલાઓને પાંજરે પુરવા દાખલારૂપ કાર્યવાહી થાય એવી જન માંગણી પ્રબળ ઉઠી છે.