તાલુકાના મોટાભાગના ખેડુતોએ વરૂણદેવ પર વિશ્વાસ રાખી આગોતરા વાવેતર કર્યુ હોવાથી મોલાત ખીલી ઉઠી હતી.

ટંકારામા મેઘરાજાએ મોડે સુધી રાહ જોવડાવી ગુરૂવારે દિવસ દરમિયાન પધારવાનુ મન બનાવી લઈ અંતે રાત્રે દસ વાગ્યા થી જમાવટ કરી સવાર સુધીમા બે ઈંચ અવિરત હેત વરસાવી જન હૈયા પુલકિત કર્યા હતા.તાલુકામા મોટાભાગના ખેડુતોએ વરૂણદેવ પર વિશ્વાસ રાખી આગોતરા વાવેતર કર્યુ હોવાથી મોલાત ઉપર કાચુ સોનુ વરસ્યુ હતુ.
ટંકારા તાલુકામાં ગુરૂવારે દિવસ દરમિયાન પધારવાનુ મન બનાવી લીધુ હોય એમ રાત્રે દસ વાગ્યે પધરામણી કરી સવાર સુધીમા બે ઈંચ (૫૧ મીમી) હેત વરસાવ્યુ હતુ. મેઘરાજાએ પ્રારંભે જમાવટ કરતા એક રાત મા જ ધમરોળી નાખે એવુ લાગતુ હતુ. ચોમાસુ સીઝન દરમિયાન કુલ પાંચ ઈંચ (૧૨૭ મીમી) વરસાદ કંટ્રોલ રૂમ પર નોંધાયો છે. જોકે, તાલુકાના મોટાભાગના ખેડુતોએ વરૂણદેવ પર વિશ્વાસ રાખી આગોતરા વાવેતર કર્યુ હોવાથી મોલાત ખીલી ઉઠી હતી.


