કચ્છ રેન્જ પોલીસે ત્રાટકી સમગ્ર જીલ્લા પોલીસનુ નાક વાઢી લીધુ.ટંકારા પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા

ટંકારા તાલુકાના સજનપર ગામે માલેતુજારો માટે વિકેન્ડ વિલામા જુગારધામ ધમધમી રહ્યા ની ગંધ કચ્છ રેન્જ ને આવતા પોલીસે બીલીપગે દરોડો પાડી નવ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પર થી રૂપિયા ૪૪,૭૬,૮૦૦/- નો મુદ્દામાલ કબજે લઈ ટંકારા પોલીસમા ગુનો નોંધાવી કાયદેસરની આગળ ની કાર્યવાહી હાથ ધરવા સુપરત કર્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે અહીંયા નાલ ઉઘરાવી જુગારધામ ચલાવાતુ હતુ.
ટંકારા સહિત સમગ્ર જીલ્લા ની પોલીસને ઉંઘતી રાખી કચ્છ રેન્જ પોલીસ ને સચોટ બાતમી મળતા કચ્છ રેન્જની ટીમે ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલ ઓમ વિલા નામના બંગલા મા બિલ્લીપગે ત્રાટકી હતી. અહીંયા જુગારીયાઓ પતા ટીંચી રહ્યા હતા. પોલીસ ને જોતા ક્લબમા પતા ટીંચતા શખ્સો ને ઘડીક વાર એસી હોવા છતા પસીનો વળી ગયો હતો. પોલીસે સ્થળ પર થી રોકડા રૂપિયા ૨૪,૩૦,૮૦૦/– ઉપરાંત કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૪૪,૭૬,૮૦૦/- કબજે લઈ ટંકારા પોલીસ મથકે ગુન્હો દાખલ કરાવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે બંગલો મોરબી ના મહિલા કોર્પોરેટર ના પતિ શૈલેષ માકાસણાનો હોવાનુ જાણવા મળ્યુ છે.
—_—————————————————————-
ક્લબમા જુગાર રમતા ઝડપાયેલા શખ્સો ની નામાવલી.
———————————————————————
(૧) હાર્દિક લાભુભાઈ માકાસણા, ચરાડવા
(૨) જયેશ કાનજી પડસુંબિયા મોરબી
(૩) ઉત્તમ દલસુખ ઘુમલીયા મોરબી
(૪) નરોત્તમ વિરજી ફેફર મોરબી
(૫) અરવિંદ મોહન ભીમાણી ધ્રોલ
(૬) રાજેસ કરસન ભીમાણી નેસડા તા.ટંકારા.અં
(૭) ચેતન ધીરજલાલ ચિકાણી મોરબી
(૮) જીજ્ઞેશ ડાયાભાઈ કાચરોલા મોરબી
(૯) દેવશંકર હિંમતલાલ શિતાણી મોરબી
દેવશંકર બહાર થી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી અખાડો ચલાવતો હોવાનુ જાણવા મળેલ છે.


