ટંકારામા વોકિંગમા નિકળેલી મહીલા ની ડોક અડવી કરી સમડી છુ થઈ ગઈ.

Advertisement
Advertisement
 પોલીસ તપાસના ફીફા ખાંડે છે. તાજેતરમાં એક મહિલા ની ડોક અડવી થઈ હોવાનું જાણવા મળેલ છે.
કાયદાની રખેવાળ ગણાતી પોલીસ પેટ્રોલિંગ કાગળ પર જોરદાર હોવાનુ પામી ચુકેલ સમડી હમણા છેલ્લા ઘણા દિવસોથી મોકો મળ્યે હાથ સાફ કરવાનુ ચુકતા નથી. ટંકારા શહેરના લતીપર રોડ પર રાત્રે વોકિંગ મા નિકળ્યા હતા એ વખતે જ ઓચિંતા પાછળ થી ડબલ સવારી મોટરસાયકલ મા બે અજાણ્યા શખ્સોએ મહિલા ની નજીક ધસી આવી મહિલાના ગળામાંથી સોનાનો ચેન ખેંચી પળવારમાં પલાયન થઈ ગયા હતા. સમડી ના એટેક થી ઘડીભર હેબતાઈ ગયેલી મહિલા એ બરાડા પાડ્યા હતા. પરંતુ લોકો દોડી આવ્યા ત્યારે મોડુ થઈ ગયુ હતુ. બનાવ અંગે ભોગ બનેલ મહિલા ના પતિએ પોલીસ મા ફરીયાદ નોંધાવતા પોલીસે સમડી ના સગડ મેળવવા ખાનગી રાહે છાનભીન આદરી છે.
 ટંકારા શહેરના હાઈવે પર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમા રહેતા મૂળ કલ્યાણપરના પટેલ જયેશ અવચર વાઘરીયાએ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી કે, તેમના પત્ની હર્ષિદા રાબેતા મુજબ રાત્રે ભોજન નિપટાવી જેઠાણી મીનાબેન સાથે વોકિંગ કરવા નિકળી પરત ફરી રહ્યા હતા એ વખતે લતીપર રોડ ઉપર આવેલા પાણીના ટાંકા પાસે પહોંચ્યા હતા ત્યારે ઓચિંતા પાછળ થી ડબલ સવારીવાળુ મોટર સાયકલ નજીક ધસી આવી પાછળ બેઠેલા શખ્સે હર્ષિદાની ડોક મા જોરદાર ઝોટ મારી સોનાનો ચેન ખેંચી સમડી પુરપાટ ઝડપે નાસી ગયા હતા. ઓચિંતા એટેક થી ઘડીભર ગભરાઈ ગયેલી દેરાણી જેઠાણી એ સ્વસ્થ થઈ બુમરાણ મચાવતા મદદે લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યારે મોડુ થઈ ગયુ હતુ.જાણવા મળ્યા પ્રમાણે અઠવાડીયા પૂર્વે પણ એક મહીલા ની ડોક અડવી થઈ હતી.