ઓટાળાના યુવાને વ્યાજખોરોની ચુંગાલમા ફસાઈને રૂપિયા ૧૭ લાખના ૧ કરોડ ૧૦ લાખ ચુકવવા છતા પતાવી દેવાની સતત ધમકીથી કંટાળી ફરીયાદ નોંધાવી.

ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવાને આર્થિક સંકડામણ હોવાથી પરીચિત પાસેથી રૂપિયા ૧૭ લાખ વ્યાજે લીધા હતા. જે બદલ ૧૭ લાખના ૧ કરોડ ૧૦ લાખ વ્યાજ ચુકવવા છતા ધાક ધમકી આપી પરેશાન કરાતા હતા. ચુકવ્યું હતું તેમજ વ્યાજ ચુકવવા માટે અન્ય ઈસમ પાસેથી વધુ રૂપિયા ૧૩ લાખ વ્યાજે લીધા હતા. અને બદલામાં રૂપિયા ૩૫ લાખ ચુકવી દીધા હતા. બંને શખ્સો ઘરે જઈને પરીવારને દમદાટી દઈને દમદાટી મારી પતાવી દેવાની ધમકી આપીને યુવાનની કાર બળજબરીથી પડાવી લીધી હતી. આખરે કંટાળીને વ્યાજ ની ચુંગાલમાં ફસાયેલા યુવકે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામે રહેતા બેચર મગનભાઈ ઘોડાસરાએ આર્થિક સંકડામણ હોવાથી પોતાના પરીચિત ટંકારા તાલુકાના મિતાણાના જયદીપ બાબુભાઈ બસિયા અને રાજકોટ ના રવિભાઈ ઝીલરીયા રહે રાજકોટ વિરૂધ્ધ ટંકારા પોલીસ મા ફરીયાદ નોંધાવી હતી કે, પોતાને વર્ષ ૨૦૨૪ મા આર્થિક સંકડામણ ઉભી થતા નાણાભીડ દુર કરવા માટે જયદીપ પાસેથી રૂપિયા ૧૭ લાખ વ્યાજે લીધા હતા. જે પૈકી આજ સુધી મા રૂપિયા રૂપિયા ૧ કરોડ ૧૦ લાખ વ્યાજ ચુકવવા છતા વધુ નાણા પડાવવા દમદાટી આપતો હોવાથી કંટાળીને વર્ષ ૨૦૨૫ મા રાજકોટના રવિ ઝીલરીયા પાસેથી રૂપિયા ૧૩ લાખ વ્યાજે લીધા હતા જેને આજદિન સુધીમા રૂપિયા ૩૫ લાખ ચુકવી દીધા હતા. તેમ છતા વ્યાજખોરો ભોગ બનેલા યુવાન અને તેમના પરીવાર ને સતત ધાકધમકી આપી મોતનો ભય બતાવી ઘરે પહોંચી રવિ યુવાનની કાર જીજે ૩૬ આર ૭૦૦૮ પરીવાર ને ધમકાવી દમદાટી મારી બળજબરીપૂર્વક ઉઠાવી ગયો હતો. આખરે વ્યાજ ના ચક્ર મા ફસાયેલા યુવાને ટંકારા પોલીસમા વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


