ટંકારા: લે.પા.સમાજ દ્વારા નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાશે.

Advertisement
Advertisement
ટંકારામા લે.પા.સમાજ દ્વારા નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાશે.
Oplus_131072
 ટંકારામા સરદાર લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ખોડલધામ ના પ્રમુખ અને પાટીદાર સમાજના રત્ન ગણાતા નરેશભાઈ પટેલ ના ૬૧ મા જન્મદિવસ નિમિત્તે તા. ૧૧ મીએ ખોડલધામ ટ્રસ્ટના ઉપક્રમે ૬૫ સ્થળે મેગા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.ટંકારા ખાતે દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલ ના ૬૧ મા જન્મદિવસ નિમિત્તે એકીસાથે ૬૫ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનુ આયોજન કરાયું છે. એ મુજબ ટંંકારા ખાતે રાજકોટ હાઈવે પર આવેલા દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે શનિવારે બપોરે ૩:૩૦ સાંજે ૭:૩૦ સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.આ પ્રસંગે વૃક્ષારોપણ, દિવ્યાંગ બાળકોને ભોજન, પુસ્તકો, શૈક્ષણિક કીટ વિતરણ સહિત ની અનેક પ્રવૃત્તિઓ  ખોડલધામ સમિતિ મોરબી જીલ્લા અને સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા દ્વારા કરવામાં આવી હોવાનું તથા કેમ્પ મા રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.