Advertisement
Advertisement
મોરબીના પ્રેમજાળ, ખંડણી અને ધમકીના કેસમાં મહિલા આરોપીને  નિયમિત જામીન મંજુર
મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમા ફરીયાદીએ હરીયાળાની કાજલ કુમારી રામજીભાઈ મહાતોએ પ્રેમજાળ માં ફસાવી સબંધ કેળવી સાથે ફોટો વિડિઓ ઉતારી ફોટો તથા વિડિઓ વાયરલ કરી બદનામ કરવાની તથા બળત્કાર ના ખોટા કેશ માં ફસાવી દેવાની ધમકીઆપી અલગ અલગ સમયે આશરે કુલ રૂપિયા. ૧૭, ૭૮,૫૦૦/-રોકડા રૂપિયા પાડવી તેમજ સોનાની એક જોડી બુટી કી. રૂ. ૧૩,૦૦૦/-સોનાનુ બ્રેસલેટ રૂ. ૪૫, ૦૦૦/-તેમજ સોનાની વીંટી કી રૂ. ૬૫, ૦૦૦/-ની વસ્તુઓ મળી કુલ રૂપિયા ૨૦,૫૦,૦૦૦/- કઢાવી ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાની ફરીયાદ દાખલ થતા કાજલકુમારીએ રેગ્યુલર જામીન અરજી  સેશન્સ કોર્ટમા એડવોકેટ જે. એમ. પરીખ, કેતન ચૌહાણ, દેવજી આર ચૌહાણ, વિશાલ યાજ્ઞિક મારફત રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. વકીલની દલીલો માન્ય રાખીને 50,000/-જમીન પર મુક્ત થવાનો હુકમ કર્યો હતો.