નસીતપર ગામે ખેતમજુરના હત્યારા ને પોલીસે ૪૮ કલાક મા દબોચી લીધો.

Advertisement
Advertisement
નસીતપર ગામે ખેતમજુરના હત્યારા ને પોલીસે ૪૮ કલાક મા દબોચી લીધો.
Oplus_131072
ટંકારા તાલુકાના નસીતપર ગામે બે દિવસ પૂર્વે રાત્રે સીમમા ગામ ના ખેડુતના ખેતરે મિત્રો ભેગા બાદ કોઈ મુદ્દે વાંકુ પડતા ઝગડો કરી ભાઈબંધે લાકડા ના ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. બનાવ ની જાણ ટંકારા પોલીસને થતા પોલીસે તાબડતોબ કામે વળગી આરોપી ને દબોચી લીધો હતો.
ટંકારા તાલુકાના નસીતપર ગામના ખેડુત અશોકસિંહ હનુભા ઝાલાને ત્યાં ખેતમજુરી કરતા રવિ બાબુ ચોરાસા ખેતરે હતો તેનો મિત્ર અનિલ અશ્ર્વિન મકવાણા વગડામાં વાતો કરતા હતા એ દરમિયાન અનીલ મકવાણાનું પાકીટ પડી જતા રવિએ ચોરી લીધુ હોવાનુ કહી ડખો કર્યો હતો. અને ઝગડો કરી અનિલે લાકડા ના બેફામ ધોકા ફટકારી નાસી ગયો હતો. બનાવ અંગે ખેડુતે ટંકારા પોલીસમા ખુનની ફરીયાદ નોંધાવતા પોલીસ બનાવની ગંભીરતા પારખી તાબડતોબ હરકતમા આવી ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને આરોપી ને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.