ટંકારા: ઘરમા ઈંગ્લીશ દારૂનો જથ્થો સંઘરી વેપલો કરતો શખ્સ પોલીસને ગંધ આવતા ઝડપાયો.

Advertisement
Advertisement
દુધનો ધંધો કરતા કરતા દારૂ વેચવા માંડ્યો, ઘરમા દારૂ નો જથ્થો સંઘરી વેપલો કરતો તો પણ પોલીસને ગંધ આવી ગઈ અને ૩૪૪ બોટલ સાથે ઝલાઈ ગયો.
Oplus_131072
ટંકારાના શખ્સે ટુંકા રસ્તે કમાણી કરવાના ઈરાદે પોતાની ઘરે રહેણાંક મકાનમા ઈંગ્લીશ દારૂનો જથ્થો સંઘરીને પ્યાસીઓની પ્યાસ તગડા દામે બુઝાવી રહ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા પોલીસે બિલ્લીપગે ત્રાટકી છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પર થી વિદેશી દારૂ ની જુદી જુદી બ્રાન્ડની ૩૪૪ બોટલ, મોબાઈલ સાથે રૂપિયા ૬૨,૪૦૦/- ના મુદ્દામાલ મળી આવતા દારૂનો ધંધો કરતા શખ્સ ને સ્થળ પરથી ઝડપી લઈ દારૂનો જથ્થો કબજા મા લીધો હતો.જયારે, આ ધંધામા વધુ એક શખ્સનુ નામ ખુલતા તેના કોલર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ટંકારા પોલીસ થાણા થી થોડે દુર શહેરની લતીપર ચોકડી નજીક હાઈવે કાંઠે આવેલી હરીઓમ સોસાયટી મા રહેતા પટેલ નરેન્દ્ર ઉર્ફે મુન્નો મગન ભાડજા નામનો શખ્સ ટુંકા રસ્તે ખનખનીયા રળી લેવા ના ઈરાદે બહાર થી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરે રહેણાંક મકાનમા ઈંગ્લીશ દારૂ નો જથ્થો સંઘરી બંધાણીઓને મોં માંગ્યા દામે વેચાણ કરી રહ્યો હોવાની સચોટ બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ખાતરી કરી લીધા પછી જયા દારૂ સંઘર્યો હતો તે મુન્ના ના ઘરે બિલ્લીપગે સ્થાનિક પોલીસ ટુકડીએ ત્રાટકી છાપો માર્યો હતો. પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની ૩૪૪ બોટલ હાથ લાગી હતી. ઉપરાંત, મોબાઈલ નેટવર્ક થી ધંધો કરતો હોવાનુ સામે આવતા પોલીસે મોબાઈલ સહિત રૂપિયા ૬૨,૪૦૦/- નો મુદ્દામાલ કબજે લઈ પરપ્રાંતના વિદેશી દારૂનો ધંધો કરતા મુન્ના મગન પટેલ ને દારૂ ના જથ્થા સાથે સ્થળ પર થી જ સકંજામા લઈ પ્રોહીબિશન એક્ટ હેઠળ ધોરણસર ની કાર્યવાહી કરી હતી. જોકે, હાથ લાગેલા શખ્સની પ્રાથમિક પુછતાછમા દારૂના ધંધામા અન્ય વધુ એક શખ્સ મૂળ રહેવાસી પીઠડ તા. જોડીયા હાલ ટંકારા રહેતો સમીર રસુલ પીલુડીયા નામના શખ્સનુ નામ ખુલતા પોલીસે તેના કોલર સુધી પહોંચવા ક્વાયત હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પૂર્વે ઘરે દારૂ સંઘરીને ધંધો કરતા મુન્ના નો યુવાન પુત્ર પણ ઘરે નશીલા પદાર્થો સંઘરીને વેપલો કરતા ઝડપાયો હતો.