તારણ: કોંગ્રેસે ટંકારા નગરપાલિકા સંગઠનના અભાવે ગુમાવી, તો માઈક્રો પ્લાનિંગ રણનિતીએ અપાવ્યો ભાજપના શિરે તાજ 

Advertisement
Advertisement
બસપાએ બાજી ઉંધી વાળી એ હકિકત પરંતુ કોંગી ની સ્થાનિક નેતાઓ હવા મા‌ રહેતા હાર ખમવી પડી…
Oplus_131072
મંગળવારે જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પરીણામે ભાજપના બુલડોઝરથી બધા ને અચંબિત કરી દીધા હતા. ખાસ, ટંકારા શહેરમા કાયમ કોંગ્રેસ નો હાથ ઉપર રહ્યો છે. એકાદ અપવાદ બાદ કરતા ભૂતકાળની દરેક ચુંટણીના પરીણામો એ વાત ની ચાડી ખાઈ છે અને નગરની તાસીર તપાસીએ તો જનાદેશ કાયમ કોંગ્રેસને લાઈક કરતો જોવા મળેલ છે. આ વખતે કોંગ્રેસના માત્ર એક જ અગ્રણીએ દિનરાત પોતાના દમ પર તનતોડ મહેનત કર્યા સિવાય પોતાની જાતને નેતા માનનારા સ્થાનિક આગેવાનો લોકલ ચુંટણી હોવા છતા ફરકયા સુધ્ધા ન હોવુ, સંગઠનના નામે સુષુપ્તિ, અમુક ઉમેદવારોની જીદ અને ચુંટાયા પૂર્વે જ કાર્યાલય પર જીતના પોકળ દાવા ના ગુબારાફેક રીપોર્ટના કારણે પ્રથમ પાલિકા ઉપર સતાની ખુરશી થી દુર રહ્યા હોવાનુ મુખ્ય તારણ હાલ વર્તાઈ રહ્યુ છે. જોકે, ત્રીજા પક્ષ તરીકે બસપાએ પણ બાજી ઉંધી વાળી દેવામા મહત્વનો ભાગ ભજવ્યાનુ પણ જણાય આવે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના જાહેર થયેલા પરીણામ પછી ભલે રાજયમા સાડા ત્રણ દાયકાથી ભાજપનો દબદબો રહ્યો હોય પરંતુ દયાનંદ જન્મભૂમિ ટંકારાના મતદાતાઓ કાયમ કોંગ્રેસને વહાલ કરતા રહ્યા હોવાના ભૂતકાળના એકાદ અપવાદ બાદ કરતા પરીણામો કહી રહ્યા છે. શહેરના પ્રજાજનોના હ્યદયમા કોંગ્રેસ છવાયુ હોવાના ચિત્ર વચ્ચે ચુંટણી પૂર્વે ભાજપને જીત મેળવી અઘરી જણાતી હતી. છતા નગરપાલિકાની પ્રથમ ચુંટણીમા ભાજપે શહેર મા કમળ ખિલાવી દેવામા અપ્રિતમ સફળતા પ્રાપ્ત કરી લેતા એક બાબત ચોક્કસ કહેવાય કે, કોંગ્રેસ ક્યાંક જનતા વચ્ચે જવામા ઉણી ઉતરી છે. તો, ત્રીજા પક્ષ બસપાએ કોંગ્રેસની બાજી ઉંધી વાળવામા ચોક્કસપણે રોલ ભજવ્યો એવુ કહેવુ અતિશયોક્તિ નથી. પરંતુ કોંગ્રેસની હાર માટે એ પુરતુ નથી. એ સિવાયના કેટલાક કારણો એવા પણ છે. જેમા, મુખ્ય કારણ કોંગ્રેસ દરેક વખતે ચુંટણી ટાંણે જ કાર્યકરો અને સંગઠન કરવા નિકળી પડે છે. એ સિવાય કોઈ કોઈ નો ભાવ પુછનારૂ હોતુ નથી. નબળા સંગઠન થી ઉમેદવાર અને એક અગ્રણી મહેશ રાજકોટીયા ખુદ એકલપંડે નગર ખુંદતા રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. એ સિવાય કોઈ મજબુત સ્થાનિક આગેવાન ક્યાંય જાહેર મા મદદ કરતા જોવા મળેલ નથી. અહીંયા લલીત કગથરા થી માંડીને પક્ષના કોઈ એવા મજબુત અગ્રણી કે કાર્યકરને ચુંટણી લડવા માટે પ્લાનીંગ કરી શકે સંગઠન માળખુ ગોઠવી શકે કે આયોજન કરવાની જવાબદારી ન સંભાળતા હાર નો સામનો કરવો પડ્યો હોવાનુ તારણ હાલ જોવા મળે છે. ઉપરાંત, અહીંના સ્થાનિક નેતાઓ પણ ફુટલા હોય એમ ‘હુ તુ અને રતનીયો’ નિતી અપનાવી મજબુત દાવેદારીને ગણકાર્યા વગર પોતાના મળતિયા ગોઠવવાની મનમાની હંકારતા પરીણામ ભોગવવાનો વારો આવ્યો હતો.અગાઉ આ નિતી ના કારણે જ ગત તાલુકા પંચાયત ગુમાવી હતી. છતા બોધ લીધો નહોતો. જોકે, એકલા રાજકોટીયાએ પોતાના ખભ્ભે છ સીટ બચાવી પક્ષની લુટાતી આબરૂ બચાવી હતી.
———————————————————
વોર્ડ નુ ચિત્ર છેક સુધી સ્પષ્ટ ન થતા પંટરો ધોવાયા.
———————————————————
ટંકારા નગરપાલિકાનુ વોર્ડવાઈઝ ચિત્ર અંત સુધી સ્પષ્ટ નહોતુ કારણકે, એકેય પક્ષે એકેય પક્ષનુ રાજકીય વાતાવરણ આંકવુ પંટરો માટે મુશ્કેલ રહ્યુ હતુ.બંને પક્ષે મોટાભાગના નવા ચહેરા મેદાને જંગમા ઉતાર્યા હતા. તેમછતા લોકલ લેવલે તારણો કાઢી ક્યા વોર્ડ મા કોની પેનલ વિજેતા થશે ના અડસટો લગાવી પંટરોએ છાને ખુણે સટો ખેલ્યો હતો. પરંતુ મોટાભાગના પંટરો અંટાઈ ગયા હતા.
———————————————————
 પ્રથમ પ્રમુખનો તાજ પંકજ કારેલીયાના લલાટે નિશ્ર્ચિત
———————————————————
ગ્રામ પંચાયત માથી દોઢેક વર્ષ પૂર્વે નવી રચાયેલી ટંકારા નગરપાલિકા અતયારસુધી વહીવટદાર થકી વહીવટ ચાલ્યા બાદ યોજાયેલી પ્રથમ ચુંટણી સંપન્ન થયા બાદ  ભાજપાએ વટભેર જીતીને સતા હાંસલ કરી લીધી છે. અહીંયા છ વોર્ડ ના ૨૪ સભ્યોનુ સંખ્યાબળ ધરાવતી પાલિકામા ૧૮ સીટ પર ભાજપ ના ઉમેદવારો ચુંટાઈ આવ્યા છે. જ્યારે વિરોધપક્ષ કોંગ્રેસના ફાળે ૬ સીટ આવી હતી. પ્રથમ પ્રમુખ તરીકે ઓબીસી રોટેશન હોવાથી સ્પષ્ટ બહુમતી કરતા વધુ સીટ મેળવી ભાજપ દ્વારા પ્રમુખ પદે ઓબીસી ચહેરા ને પસંદ કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. જેમા, પાયલ કુકડીયા, પંકજ અમૃતલાલ કારેલીયા અને એડવોકેટ સિરાજ અબ્રાણીના નામની ચર્ચા વચ્ચે લુહાર પંકજ કારેલીયા ડંકે કી ચોટ પર નિશ્ર્ચિત હોવાનુ મનાઈ રહ્યુ છે.