કોઠારીયા પ્રા.શાળાના આચાર્યે ભૂલકાઓને શિખંડ પુરીના ભાવતા ભોજનીયા કરાવી વિદ્યાની દેવી સરસ્વતીજીની છબી ભેટ આપી હસતા હસતા વિદાય આપી.

વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા ગામે પ્રા. શાળાના ધોરણ આઠ ના વિધાર્થીઓનો પ્રાથમિક કક્ષાનો અભ્યાસ પૂર્ણ થતા તેઓને શાળાના શિક્ષકોએ ભાવભેર વિદાયમાન કાર્યક્રમ દિક્ષાંત સમારોહ રૂપે યોજી વિદાય આપી હતી. અહીયા અભ્યાસ કરતા બાળકોને શાળામાંથી વિદાય લઈ પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ કરવા શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે, શાળાના શિક્ષક ભરતભાઈ વઘાસીયા દ્વારા શાળા ના ભૂલકાઓને જુદી જુદી રમતો રમાડી વિધાર્થી ઓને કિલ્લોલ કરાવી શાળાના ગુરૂ શિષ્યો વચ્ચેના વિતેલા સંસ્મરણો વાગોળ્યા હતા. શાળાના આચાર્ય અનિમેષ દુબરીયાએ વિદાય લેતા બાળકોને શિખંડ પુરીના ભોજનીયા કરાવી વિદાય વેળાએ યાદગીરી રૂપે વિદ્યાની દેવી ગણાતા સરસ્વતીજીની છબી ભેટ રૂપે આપવામા આવી હતી. આ તકે, સીઆરસી ખોરજીયા ઉપરાંત શાળાના શિક્ષકોએ દિક્ષાંતી છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.



