ટંકારા: મતદાતાઓએ નગરપાલિકાનુ પ્રથમ શાસન ભગવાધારીને સુપરત કર્યુ.

Advertisement
Advertisement
કોંગ્રેસના બે વોર્ડમા ક્રોસ વોટીંગે બાજી પલટાઈ, ૧૮ ભાજપ, ૬ કોંગ્રેસ ના ફાળે
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના મંગળવારે જાહેર થયેલા પરીણામોમા આખા જીલ્લામા ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. જેમા, ટંકારા તાલુકા પંચાયત મા ભાજપે સતા જાળવી રાખી છે. જ્યારે, ટંકારા શહેરમા દોઢેક વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતને નગર પાલિકા નો દરજ્જો મળ્યો હતો. અહીંયા પાલિકાની યોજાયેલી પ્રથમ ચુંટણીમા ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જેમા, છ વોર્ડ ના ૨૪ ઉમેદવારો પૈકી ૧૮ પર ભાજપાએ વટભેર વિજયી મેળવી જનમતથી પાલિકા પર સૌપ્રથમ સતા કબ્જે કરી ભગવો લહેરાવ્યો હતો.
———————————————————————
 ટંકારા નગરપાલિકા ના વોર્ડ વાઈઝ પરીણામો
વોર્ડ નં ૧:
અહીંયા ચુંટણી પૂર્વે જ ભાજપ તરફી પવન હોવાથી ભાજપાને અપેક્ષીત પરીણામ મળ્યુ હતુ. અને ભાજપ પેનલ વિજેતા બની હતી.વિજેતા થયેલ ઉમેદવારો
૧, ભારતીબેન રાજીવભાઈ પાંચોટીયા
૨, જયેશ અમરશીભાઈ ભટાસણા,
૩,મનીષાબેન ભુપેન્દ્રભાઈ દુબરીયા,
૪, સિરાજ ઈબ્રાહિમ અબ્રાણી
વોર્ડ નં ૨:
અહીંયા કોંગ્રેસની પેનલ વિજેતા મનાતી હતી પરંતુ ક્રોસ વોટીંગથી પરીણામ પલટાયુ અને કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી જ્યારે ત્રણ પર ભાજપ ની જીત થઈ હતી. વિજેતા ઉમેદવારો
૧, ગીરીશ હસમુખ ઘેટીયા (કોંગ્રેસ),
૨, જયસુખ સારેસા (ભાજપ)
૩, મનીષાબેન દંતેસરીયા (ભાજપ),
૪,મુકેશ અણદા ભુકુ
વોર્ડ નં ૩
આ વોર્ડ કાયમ ભાજપનો ગઢ રહ્યો છે. અહીંયા ભાજપે બ્રહ્મસમાજના યુવા અગ્રણી જયદીપ જાની ને ટીકીટ આપી તેમની પેનલમા યુવા ચહેરાને તક આપી હતી. ગઢ અકબંધ રહેતા ધારણા પ્રમાણે ભાજપની પેનલ વિજેતા બની છે. વિજેતા ઉમેદવારો
૧,જયદીપ કિરીટભાઈ જાની (પપ્પુ રાજા),
૨,પુનમબેન ગોવિંદભાઈ આશર,
૩,અર્જુન કનુભાઈ ઝાંપડા,
૪,પાયલ કુકડીયા કડીયા
વોર્ડ નં ૪
અહીંયા કોંગ્રેસની વોટબેંક હોવાથી કોંગ્રેસ બાજી મારી જાય એવા અંદેશા વચ્ચે ક્રોસ વોટીંગ થતા પેનલના પરીણામ ઉલટ પુલટ થયા છે. કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી હતી. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપ નો જયજયકાર થયો છે. વિજેતા ઉમેદવારો
૧, કોંગ્રેસના ગફાર ભુંગર જ્યારે,
૨, આરીફ ભુંગર (ભાજપ)
૩,નયનાબેન પરમાર (ભાજપ)
૪, બિલકીશબેન ઈકબાલ.
વોર્ડ નં. ૫
 આ વોર્ડ નુ ચિત્ર પ્રથમ થી જ અસમંજસ ભર્યુ હોવાથી પેનલ નો અડસટો એકેય પક્ષે સ્પષ્ટ નહોતો આવતો. પરંતુ અહીંયા પાટીદાર શિક્ષિત વોટરોએ જ્ઞાતિ સમીકરણો અપનાવતા ભાજપ ની પેનલ ચુંટાઈ આવી હતી. વિજેતા ઉમેદવારો.
૧, આશાબેન ચિરાગ કટારીયા,
૨, પંકજ અમૃતલાલ કારેલીયા,
૩, મુકતાબેન નાનજીભાઈ મેરજા,
૪,રશ્મિકાંત લાલજીભાઈ દુબરીયા
જોકે, અહીંયા કોંગ્રેસના લિડર ભુપેન્દ્રભાઈ ગોધાણી ના પત્ની સુનિતાબેન ગોધાણીને પ્રથમ વખત ભાજપની ટીકીટ મેળવી ચુંટણી લડેલા નવા નિશાળીયા મુકતાબેન મેરજાએ પરાસ્ત કરી અપસેટ સર્જ્યો હતો. જ્યારે, રશ્મિકાંતને હરાવવા હરીફોએ એડીચોટીનુ લગાવેલુ જોર નિષ્ફળ રહ્યુ હતુ.
વોર્ડ નં ૬
આ વોર્ડ ને ભાજપના કેટલાક ગલી નેતાઓ પોતાનો ગઢ ગણાવી ફિશીયારી હાંકતા હતા.પરંતુ અહીંયા ચુંટણી પૂર્વેથી જ શાસકપક્ષ થી નારાજગી જોવા મળતી હતી. અને કોંગ્રેસ પેનલ વિજેતા થવાની સ્પષ્ટ સંભાવના વર્તાતી હતી. મતદારોએ શેરી નેતાઓ સામે નારાજગી ઈવીએમ પર ઉતારતા કોંગ્રેસ પેનલ વિજેતા બની હતી. અહીંયા કોંગ્રેસના મહિલા પ્રમુખ મીનાબેન ચેતન ત્રિવેદીએ સામાન્ય મહિલા બેઠક પર ઝંપલાવી ૬૦૦ મેળવી પ્રતિસ્પર્ધી ભાજપના અક્શાબાનુ સોહર્વદીને ૧૫૫ મતે મહાત કર્યા હતા. જ્યારે, ઓબીસી મહિલા અનામત બેઠક પર કોંગ્રેસે દાવ ખેલી બિનરાજકીય પરીવારના નવોદીત ઉમેદવાર હેતલબેન જીતેન્દ્રગીરી ગૌસ્વામી ને મેદાને ઉતાર્યા હતા. જેમા, તેઓ સફળ રહ્યા હતા. અને ૫૩૭ મત મેળવી પ્રતિસ્પર્ધી નિશાબેન મહેતાને ૯૮ મતે પરાસ્ત કરી અપસેટ સર્જ્યો હતો. જ્યારે સામાન્ય પુરૂષ મા કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ ભરવાડ ૬૨૫ મત મેળવી ભાજપના પ્રતિક આચાર્ય ને ૧૭૦ મતે હરાવી વિજયી બન્યા હતા. જ્યારે, કોંગ્રેસના સલીમ દાઉદ ભાણુને ૫૯૯ મત મળ્યા હતા તેઓએ  પ્રતિસ્પર્ધી ગોપાલ કટારીયા ને ૧૯૪ મતે મહાત કર્યા હતા.