જૈન શ્રેષ્ઠી ગાંધી પરીવારની પરોપકાર વૃત્તિ અને ધાર્મિક ભાવ થી પ્રેરાઈને અન્ય સમાજના લોકો પણ કઠોર તપશ્ચર્યા કરે છે.

જૈન ધર્મમા ઉપાસના અને ત્યાગનુ અનેરૂ મહાત્મ્ય હોય છે. ધર્મના કઠીન માર્ગ પર ચલિત મન વાળી વ્યક્તિ પસાર થતી નથી. ટંકારા ની વણિક જૈન પરીવાર ની યુવાન દિકરીએ જૈનોના પ્રથમ તિર્થકર શ્રી વૃષભદેવથી ચાલી આવતી વર્ષીતપ ની પરંપરા જાળવીને જૈનધર્મના રીતરસમ પ્રમાણે સળંગ સાડા તેર મહિના સુધી ઉપવાસ કરી પાર્શ્વનાથની નિશ્રામા ઉપધાન તપ પૂર્ણ કર્યુ હતુ. ધર્મ ને છાજે એવુ તપ પૂર્ણ થતા જૈનોના દરેક ફિરકાઓ, જૈન પરીવારો સાથે તપસ્વીની ઘરેથી જૈન મંદિર સુધી પગપાળા પદયાત્રા યોજાઈ હતી. દેરાસર ખાતે તપસ્વીને ઈક્ષુરસથી પારણા કરાવવામા આવી હતી. અનુમોદના દરમિયાન જૈન સમાજ ઉપરાંત, તપસ્વીના સગા સંબંધીઓને પારણાનો લાભ પ્રાપ્ત થયો હતો.
દરેક ધર્મમા આત્માને પરમાત્મા તરફ દોરી જતો માર્ગ એટલે તપશ્ચર્યા હોય છે. જૈન ધર્મમા ઉપાસનાનુ મહાત્મ્ય વિશેષ હોય છે. સાંસારીક મોહ માયા ત્યજી મોક્ષ માર્ગેથી પ્રથમ પગથિયાનુ પ્રયાણ થાય છે. ઉપધાન તપમા ૪૭ દિવસ અખંડ આરાધના હોય છે. જ્યારે વર્ષી તપમા સળંગ સાડા તેર મહિના સુધી એક ઉપવાસ એક નિવી (એક ટાણું) કરી જપ-તપ, સ્વાધ્યાય ભક્તિ મા એકાકાર થઈ તપસ્વી સવા લાખ નવકાર મંત્રના જાપ, અગીયાર હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ, ત્રણ હજાર શક્રસ્તવના પાઠ, હજારો ખમાસણા કરે છે. આ દરમિયાન સતત જીવમાત્રથી અડગા રહી સુર્યોદય થી સુર્યોસ્ત સુધી જ પાણી ગ્રહણ કરી સાધુ જીવન માર્ગે ટંકારાની કેશવજી જસરાજ મહેતા પરીવારની શહેરના જીવાપરા વિસ્તારમા રહેતી દિકરી સોનલબેન ભરતભાઈ મહેતા એ ધર્મ અનુસાર વરસી તપ ફાગણ સુદ પૂનમ થી શરૂ થતા પાર્શ્વનાથ પ્રભુની નિશ્રામા તપના આરાધક તરીકે એક વર્ષ અને દોઢ માસનુ વર્ષી તપ પૂર્ણ કરતા ટંકારા ખાતે જૈન જૈનેતરો ની ઉપસ્થિતિમા પારણા કર્યા હતા. ઉપસ્થિત જૈન પરીવારો દ્વારા અનુમોદના કરાવવામા આવી હતી. આ તકે, તપસ્વીની દિકરીના માતા પુજાબેન, ભાઈ પ્રશાંતભાઈ મહેતા, ધનંજય મહેતા સાથે જૈન અગ્રણી રમેશભાઈ ગાંધી, હસમુખભાઈ જૈન, જૈન સમાજ ના પુજાબેન મિલનભાઈ ગાંધી, જયશ્રીબેન કારાવડીયા, પ્રિતીબેન ગાંધી સહિતનાઓ ઉજવણીમા જોડાયા હતા.
—————————————————————–
જૈન શ્રેષ્ઠીની મુકસેવા અને સમાજ કલ્યાણ થકી અનેક લોકો ધર્મ નો મર્મ સમજતા થયા
—————————————————————–
સમાજ શ્રેષ્ઠી અને વર્ષો સુધી સ્થાનકવાસી જૈન સંઘ ના પ્રમુખ રહેલા સ્વ. વાડીલાલ મોહનલાલ ગાંધીના ધર્મ પ્રત્યેની દીર્ઘ દ્ષ્ટિ અને ભાવ ને આજે પણ ગાંધી પરીવારે ધાર્મિક અને પરોપકાર વૃતિની ભાવના જીવંત રાખી છે. પરીણામે જૈનો ઉપરાંત, અન્ય સમાજ ના અનેક લોકો પણ કઠોર તપશ્ચર્યા કરીને ધર્મ નો મર્મ સમજતા થયા છે.એ બાબત સરાહનીય છે. આયંબીલ ની ઓળી સ્થા.જૈન સંઘમા જ જૈનોના દરેક ફિરકાઓ, જૈનેતરો સાથે મળીને સતત નવ દિવસ તપશ્ચર્યા કરે છે.


