ટંકારાના છત્તર પાસે હાઈવે પર બંધ પડેલા ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમા પાછળના ટ્રક ચાલકનુ મોત…

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે થંભેલા ટ્રક મા સાઈડ સિગ્નલ ચાલુ ન હોવાથી પાછળથી અન્ય એક ટ્રક ઘડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ટ્રક ચાલકનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે મૃતક ચાલકના પિતરાઈની ફરીયાદ પરથી ટંકારા પોલીસે થંભેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ મૂળ બિહારના અને હાલ મુંદ્રા (કચ્છ) ખાતે રહેતા ઉપેન્દ્રભાઈ રાય પોતાનો ટ્રક નં. GJ-39-T-0160 લઈને મુંદ્રાથી જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન મળસ્કે ટંકારા તાલુકાના છતર ગામ નજીક રાજકોટ હાઈવે પરથી પસાર થતા હતા એ ટાંકણે હાઈવે પર ટ્રક નં.GJ-10-Z-5788 થંભેલ હોય અને થંભેલા ટ્રકમા કોઈ પ્રકારની પાર્કિગ લાઈટ કે સાઈડ સિગ્નલ ચાલુ ન હોવાથી પાછળથી આવતા ટ્રક ચાલકને દેખાયુ ન હોવાથી બંધ ટ્રક પાછળ ધડાકાભેર ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા પાછળના ટ્રક ચાલકનુ મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે મૃતક ચાલકના પિતરાઈ રાજુભાઈ એ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બંધ ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


