ટંકારા તાલુકામા સ્થાનિક ચુંટણીમા કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ પહેલ કરી દાવેદારી નોંધાવી. 

Advertisement
Advertisement

ટંકારા તાલુકામા ઉમેદવારી મા કોંગ્રેસે પહેલ કરી..

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનુ બ્યુગલ ફુંકાઈ ચુકયા બાદ ઉમેદવારીપત્ર ભરવાના ચોથા દિવસે ટંકારા તાલુકામા તાલુકા પંચાયતમા પહોંચવા માટે ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે, નગર પાલિકાની પ્રથમ ચૂંટણીમા એક ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવતુ ફોર્મ રજુ કર્યુ હતુ. આમ, તાલુકામા  કોંગ્રેસ પક્ષના પાંચ ઉમેદવારોએ જનતાની અદાલતમા જવા સૌ પ્રથમ દાવેદારી નોંધાવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની આગામી તા. ૨૬ મી યોજાનારી ચૂંટણી મા નામાંકન ભરવાનો તા. ૬ થી પ્રારંભ થઈ ચુક્યા બાદ ગુરૂવારે ટંકારા તાલુકામા પાંચ ઉમેદવારોએ ચૂંટણીના મેદાને જંગમા ઝંપલાવી પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમા, તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકમા કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરી જમા કરાવ્યા હતા. જ્યારે શહેરમા ગ્રામ પંચાયતને પાલિકાનો દરજજો મળ્યા બાદ સૌપ્રથમ યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં છ વોર્ડ મા ચોવીસ સભ્યોની ચુંટણીમા એક મહિલા ઉમેદવારે પોતાનુ નામાંકન રજુ કર્યુ હતુ. આમ, ટંકારા તાલુકામા કુલ પાંચ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી દીધી હતી. ઉમેદવારી કરનાર તમામ પાંચેય ઉમેદવારો કોંગ્રેસ પક્ષેથી રજુ થતા જનતાની અદાલતમા જવા કોંગ્રેસે પહેલ કરી દીધી હતી.