ટંકારા આપ ના વધુ બે સાથીદારોએ સાવરણો છોડતા ચુંટણી પૂર્વે આપ ની હાલત કફોડી 

Advertisement
Advertisement
અગાઉ ટંકારા આપ ના મહામંત્રીએ કોંગ્રેસમા જોડાઈને રાજીનામુ ધરી દીધુ હતુ.
સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર થયા બાદ નામાંકન પત્ર ભરવાના અંત્તિમ તબક્કે પણ રાજકીય પક્ષોમા આયારામ ગયારામની મોસમ હજુ પુરબહારમા ચાલુ છે. પોતપોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવાના સોગઠા ગોઠવાઈ રહ્યા છે. એ મુજબ બે દિવસ પૂર્વે કોંગ્રેસે આમ આદમી પાર્ટીના મહામંત્રીની વિકેટ ખેડવી કોંગ્રેસની ટીકીટ આપી દીધી હતી. ત્યા શુક્રવારે આપ ના મહિલા ઉપપ્રમુખ સહિત સંગઠનના એક યુવા અગ્રણીએ આમ આદમી પાર્ટી ને બાયબાય કરી રાજીનામું ધરી દેતા ચુંટણી પૂર્વે જ આપ ની કરોડરજ્જુ ભાંગી જતા બચાવની સ્થિતિમાં આવી ગયાના વાવડ સાંપડ્યા છે.
કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા -જીલ્લા પંચાયતની આગામી તા.૨૬ મીએ યોજાનારી ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંત્તિમ તારીખ પૂર્વે આમ આદમી પાર્ટી તુટી રહી છે. બે દિવસ પહેલા ટંકારા શહેર કોગ્રેસે આમ આદમી પાર્ટીના મહામંત્રી ધર્મેન્દ્ર કક્કડનો સંપર્ક કોગ્રેસનો ખેસ પહેરાવી પોતાના પક્ષે અંકે કરી ચુટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને રાજકીય ફેકચર કરી દીધા બાદ શુક્રવારે વધુ બે વ્યક્તિ એ રાજીનામા ધરી દેતા આપ ની કમર ભાંગી ગઈ હતી. જેમા, આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ શોભનાબેન ચૌહાણ અને સંગઠનના પ્રકાશ ચૌહાણે પક્ષના તમામ હોદા પરથી વ્યવહારીક જવાબદારી હોવાથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યાનુ હાલ કારણ દર્શાવ્યુ છે.