ટંકારા પંથકની સીમમાથી વિજ વાયરો ચોરીને તસ્કરોએ અંજામ આપી, તંત્ર ને વધુ ઝટકો આપ્યો.

Advertisement
Advertisement

૧૮૦૦ મીટર વાયર ચોરી ગયાનો ભેદ ઉકેલાયો નથી ત્યા વધુ બે ઠેકાણે ચોરીને અંજામ આપ્યો.

Oplus_131072

કાયમ બીજાને ઝટકા આપવામા સુરા વિજતંત્રને ટંકારા પંથકમા તસ્કરોએ બે દિવસ પૂર્વે ઝટકો આપીને થાંભલા ઉપર લટકતા જીવતા એલ્યુમિનીયમના આશરે રૂપિયા બે લાખની કિંમત ના વિજવાયરો તફડાવી જનારા તસ્કરોના સગડ હજુ પોલીસ સુંઘી શકી નથી ત્યા ફરી બે ઠેકાણે વધુ ઝટકા આપી મિતાણા અને હિરાપર પાસે રૂપિયા ચારેક લાખના વિજવાયરો તસ્કરો બઠાવી જતા તંત્રના જવાબદાર અમલદારે ટંકારા પોલીસમા વીજવાયર ચોરી ની ફરીયાદ નોંધાવી હતી.

ટંકારા ખાતે ખિજડીયા રોડ પર આવેલ વિજતંત્રના pgvcl વિભાગના મોરબી રહેતા નાયબ કાર્યપાલક ઈજનેર અશ્વિન દિનેશભાઈ ભુવાએ ટંકારા પોલીસ સ્ટેશનમા ફરીયાદ વધુ એક ફરીયાદ નોંધાવી હતી કે, પીજીવીસીએલની હકુમત હેઠળના ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટીયાથી સરાયા ગામની સીમ મા આવેલ અરણેશ્વર ફીડરના થાંભલા ઉપર પસાર થતા કિમતી ૫૫૬૦ મીટર લાંબા એલ્યુમીનીયમ વાયર તથા મિતાણા ગામથી ડેમ વિસ્તાર સુધીના થાંભલા ઉપરથી ૨૬૨૫ મીટર લાંબા વાયર કિંમત રૂપિયા ૩, ૯૫, ૫૭૭/- નો કિંમતી વાયરનો જથ્થો કાપી ને રાત્રે તસ્કરો તફડાવી ગયા હતા. હજુ બે દિવસ પૂર્વે સાવડીની સીમમાથી અંદાજે રૂપિયા બે લાખના વાયરચોરીની ફરીયાદ ઉકેલાઈ નથી ત્યા ફરી તસ્કરોએ વિજતંત્ર ને વધુ ઝટકા ઉપર ઝાટકા આપતા વિજતંત્રની નિંદર તસ્કરોએ હરામ કરી નાખી હતી. બનાવની તપાસ પોલીસે હાથ ધરી હતી.