ટંકારામા સૌરાષ્ટ્રનો પ્રથમ આદીવાસી સમાજનો લોકપ્રિય ભગોળીયા મેળો યોજાયો.

Advertisement
Advertisement
બહુજનના કર્મશીલ નાગજીભાઈ ચૌહાણે બામસેફ સ્થાપકની જન્મજયંતિ પ્રસંગે આદિવાસીઓને ઉત્સવમા જોડી કાર્યક્રમ ઉજવ્યો.
બામસેફના સંસ્થાપક દિના ભાના વાલ્મિકીની જન્મ જયંતિ ઉજવણીનુ ટંકારા ખાતે આયોજન કરવામા આવેલ જેમા, આદિવાસી સમાજનો ભાતિગળ ભગોરીયા મેળો અને આદિવાસી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા સૌરાષ્ટ્ર મા વસતા અનેક આદીવાસી પરીવારોએ હોશભેર ભાગ લીધો હતો.
ટંકારા ખાતે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ ના વડપણ હેઠળ દલીતોના હિત રક્ષક ગણાતા કાંશીરામ ના પ્રેરણા સ્ત્રોત અને બહુજન ક્રાંતિના પથદર્શક દિના ભાના વાલ્મિકીની 99 મી જન્મજયંતિ પ્રસંગે આદીવાસી સમાજના પ્રિય સાંસ્કૃતિક ભગોરીયા મેળો અને આદીવાસી સ્નેહ મિલન યોજવામા આવેલ હતો. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન પ્રાંત મા યોજાતો ભગોરીયા મેળો સૌરાષ્ટ્રમા પ્રથમ વખત યોજાતા રાજય અને સૌરાષ્ટ્રમા રોજીરોટી માટે વસતા આદીવાસી પરીવારો મોટી સંખ્યામા ઉમટી પડયા હતા. કાર્યક્રમના ઉદ્દઘાટક પાલણપીરના મહંત દેશા આપા દ્વારા આદિવાસી સમાજનો ઈતિહાસ વાગોળી સંગઠન ના મહત્વ સમજાવ્યુ હતુ. ઉપરાંત, નાગજીભાઈ ચૌહાણે ખેતમજુરોના સંઘર્ષને બિરદાવી, શ્રમિક પરીવારોને રોજગાર ક્ષેત્રે જરૂર પડયે કાયમ માર્ગદર્શક બની મદદરૂપ થવાનો કોલ આપી ખેતમજુરોને કાયમી વસવાટ અને સરકારી યોજનાઓ બાબતે જાગૃત રહેવા પ્રેરીત કર્યા હતા. આદીવાસી સમાજના લોકપ્રિય ભગોરીયા મેળા સમિતિના કન્વીનર એડવોકેટ મનસુખ ભાઈ ચૌહાણે મુળનિવાસી સમાજને દરેક સંજોગે સંગઠિત રહીને અવાજ બુલંદ બનાવા અનુરોધ કરી મજુરોને અન્યાય મુદ્દે ન્યાયમંદિરના દ્વાર ખટખટાવી ન્યાય મેળવવા અંગેની સમજ આપી હતી. આદીવાસી યુવાનો ઢોલના તાલે પરંપરાગત નૃત્ય સાથે હર્ષોલ્લાસ થી ઉજવણી કરી હતી. આ તકે ટંકારા પંથકના અનેક માનવતાવાદી ખેડુતોએ પોતાને ત્યા ખેતમજુરી કરતા પરપ્રાંતિય ખેતમજુરોને ઉપજનો ત્રીજો ભાગ આપવાની સ્વૈચ્છિક જાહેરાત કરી હતી.