ટંકારા: સાવડીગામની સીમમા પસાર થતા વિજ થાંભલેથી તસ્કરોએ વાયર ઉઠાવી તંત્ર ને ઝટકો આપ્યો.

Advertisement
Advertisement
જીવના જોખમે નિશાચરો ૧૬ થાંભલા પરથી ૧, ૯૪૦૦૦/- નો ૧૮૦૦ મીટર ચોરી ગયા
Oplus_131072
કાયમ બીજાને ઝટકા આપવામા સુરા વિજતંત્રને ટંકારા પંથકમા તસ્કરોએ થાંભલા ઉપર લટકતા જીવતા એલ્યુમિનીયમના આશરે રૂપિયા બે લાખની કિંમત ના વિજવાયરો તફડાવી ઝટકો આપતા તંત્રના જવાબદાર અમલદારે ટંકારા પોલીસમા વીજવાયર ચોરી ની ફરીયાદ નોંધાવી હતી.
ટંકારા ખાતે ખિજડીયા રોડ પર આવેલ વિજતંત્રના pgvcl વિભાગના મોરબી રહેતા નાયબ કાર્યપાલક ઈજનેર અશ્વિન દિનેશભાઈ ભુવા એ ટંકારા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી કે, પીજીવીસીએલની હકુમત હેઠળના ટંકારા તાલુકાના સાવડી ગામની સીમ મા આવેલ અરણેશ્વર ફીડરના ૧૬ થાંભલા ઉપર પસાર થતા રૂપિયા ૧,૯૪,૪૦૦/-  ના કિમતી ૧૮૦૦ મીટર લાંબા એલ્યુમીનીયમ વાયર તસ્કરો થાંભલા ઉપરથી કાપી ને  તફડાવી ગયા હતા. ચોરીની ફરીયાદ પર થી પોલીસે વિજતંત્ર ને ઝટકો આપનારા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.