મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિર્મલ‌ જારીયા ની નિમણૂક ્

Advertisement
Advertisement

 

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી તથા મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા એ જિલ્લા‌ ભાજપની ટીમની રચના કરી છે.
જેમાં મોરબીના યુવા પ્રતિભાવશાળી નેતા નિર્મલભાઇ સામતભાઈ જારીયા ની જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂક કરી છે. નિર્મળભાઈ જારીયાએ અગાઉ જિલ્લા ભાજપના મંત્રી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ,વાંકાનેર તાલુકાના પ્રભારી ,તેમજ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પક્ષ માં જવાબદારી નિભાવેલ છે. ભારતીય જનતા પાર્ટીમાં સદસ્યતા અભિયાન 2025 માં મોરબી જિલ્લામાં સૌથી વધુ 5,600 થી વધુ સભ્યો બનાવી પ્રદેશ કક્ષાની સીધી નજરમાં આવ્યા હતા.
પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તેમજ પાર્ટીમાં કરેલ કામગીરીની નોંધ લઈ તેમની જિલ્લાના મહામંત્રી તરીકે પસંદગી થઈ છે.
સરળ, શાંત અને સ્વચ્છ વ્યક્તિત્વ ધરાવતા નિર્મલભાઇ જારીયાએ અનેક કાર્યકર્તાઓનું ઘડતર અને માર્ગદર્શન પૂરું પાડી એક આગવી છાપ ઊભી કરી છે.
વિશાળ સંખ્યા મા શુભ ચિંતકો લોકપ્રિય યુવા નેતા નિર્મલ જારીયા ને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.