
ટંકારામા ડો.ભીમરાવ આંબેડકર ના માતુશ્રી ભીમાબાઈ ની જન્મજયંતિ અંતર્ગત આદિવાસી સંમેલન યોજાયુ હતુ. સંમેલન મા ખેતમજુરોને મજુરીકામના પ્રમાણમા રોજગારી, સરકારની અછત-રાહત યોજનાઓના ફંડ મા વ્યાજબી ભાગીદારી સહિતના મુદ્દા ઉઠાવી માગણી દોહરાવી હતી.મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર જીલ્લામા વસતા અનેક આદિવાસી સમુદાય ના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારા ખાતે ભીમાબાઈની જન્મજયંતિ નિમિતે ડો. બાબાસાહેબના અનુયાયીઓએ સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ પંથકના આદીવાસી સમુદાયના આગેવાનો ની ઉપસ્થિતિમા આદીવાસી સંમેલન યોજયુ હતુ. જેમા, આદીવાસી શ્રમિકોની રોજગારી સહિતના મુદ્દા ઉઠાવી મહેનતના પ્રમાણ મા મહેનતાણુ મળવા સુર ઉઠ્યો હતો. ઉપરાંત, અંતરિયાળ વિસ્તારોમા શ્રમ કરી પેટીયુ રળી ત્યા વગડામા વસતા ખેત મજૂર પરીવારનાં બાળકો માટે પાયાના શિક્ષણની વ્યવસ્થા અને શૌચાલયો ની સુવિધા કરવા સરકાર સમક્ષ લાગણી વ્યકત કરી માંગણી ઉઠાવી હતી. ખેડુતો આદીવાસી ખેતમજુરોને ચોથા-પાંચમાં ભાગે ભાગવી જમીનમા ખેતીકામની કાળી મજુરી કરાવી શોષણ કરતા હોવાનો મુદો ઉઠાવાયો હતો. અને શોષણ કરનારા ખેડૂતો પર કાયદાની રૂએ પગલા લેવા મા આવે તેમજ ત્રિજા ભાગે ખેતીકામ આપવા અવાજ ઉઠાવાયો હતો. આ વેળાએ
આમંત્રિત તરીકે પધારેલા હાઈકોર્ટના એડવોકેટ સમ્રાટ અશોકે અનુ જનજાતિ સમાજને મળતાં સંવૈધાનિક અધિકારો બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી. બસપાના પ્રદેશ પૂર્વ મહાસચિવ નાગજીભાઈ ચૌહાણે આદિવાસી ખેતમજૂરોને સ્થાયી વસવાટ, કાયમી રોજગારી અને યોગ્ય ઉમેદવારો માટે જ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમા, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, તૃષ્ણા પાટેકર, જોશનાબેન ચૌહાણ, લલિત પરમાર, કૈલેશ મોહનીયા, મહેશ કટારા, કનેશ ભૂરિયા, પરવત સંગોળ, ઈશ્વર ડામોર, દિનેશ વસુનીયા સહિતના પરપ્રાતિય આદીવાસી ખેતમજુર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમા, આયોજકોએ આગામી તા.26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ટંકારા ખાતે પચાસ હજારથી વધુ આદિવાસી ખેતમજુરોની ઉપસ્થિતિ મા ભગોરીયો મેળો યોજવાની જાહેરાત કરી હતી.


