ગજડી ગામે તસ્કરોએ મધરાતે ખેડુતોના ખેતર ખુંદી કિમતી કોપર કેબલ લણી ગયા.

Advertisement
Advertisement
શિયાળાનો લાભ લઈ નિશાચરોએ ગજડી ગામની સીમમા પરોણા કર્યા…
Oplus_131072
શિયાળાની ઋતુ તસ્કરો માટે મોસમ હોવાનુ કહેવાય છે. હાલ સિઝન અંતિમ તબક્કે હોવાથી લુંટાઈ એટલુ લુંટી લેવા નિશાચરો બેફામ બની મોકો મળે લણણી કરવાનુ ચુકતા નથી એ મુજબ તસ્કરોએ ટંકારાના ગજડી ગામે સીમમા અનેક ખેડુતોના ખેતરમા પિયત માટેની ઈલેકટ્રીક મોટરના કિંમતી કોપર પટ્ટી કેબલ વાયર કાપી ચોરી કરી છનનન થઈ ગયા હોવાનુ સવારે ખેડુતો ને જાણ થતા ભોગ બનેલાઓએ ટંકારા પોલીસમા ચોરીની ફરીયાદ નોધાવી હતી.
બનાવની વિગત અનુસાર ટંકારા તાલુકા ના નાનકડા ગજડી ગામે મધરાતે તસ્કરોએ સીમમા ધાડ પાડી ઠંડી ના કારણે નિરાંતે એક પછી એક ૧૩ જેટલા ખેડુતોના ખેતરમાથી અંદાજે ૨૦૨૫ ફુટ જેટલો કોપર પટ્ટી કેબલ વાયર કાપીને નિશાચરો અંદાજે રૂપિયા ૭૪, ૯૨૫/- ની કિમતનો કિમતી વાયર ચોરી પલાયન થઈ ગયા હોવાની ભોગ બનેલા ખેડુતો પૈકીના વિનોદભાઈ હીરાભાઈ ડાંગરે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.