ટંકારા હાઈવે પર ચાલુ રીક્ષાએ મહિલાની ડોક અડવી કરનાર સમડી સહિત બે ઝડપાયા.

Advertisement
Advertisement
મિતાણા ઓવરબ્રીજ પાસે ચાલુ રીક્ષાએ બાઈક સવાર સમડીએ મહિલાની ડોકમાથી સોનાનો હાર ખેચી લીધો તો..
Oplus_131072
ચાર દિવસ પૂર્વે ટંકારાના મીતાણા નજીક રીક્ષા મા મુસાફરી કરી રહેલ મહિલાના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ચીલઝડપ કરનાર મોટરસાયકલ સવાર રાજકોટ ની સમડીને મોરબી એલસીબી પોલીસે પગેરૂ સુંઘી દબોચી લીધા બાદ કડક પ્રાથમિક પુછતાછમા સોનાનો દાગીના ઓગાળી ઢાળીયો કરી વેચનાર સોની સહીત બંને શખ્સો પાસે થી ૧૦૦ ટકા મુદામાલ રીકવર કર્યો હતો.
બનાવની વિગત પ્રમાણે ગત તા.૪ થી એ વાંકાનેર તાલુકાના પલાસ ગામના ધુનાબેન હકાભાઇ ગમારા નામના મહિલા ટંકારા- રાજકોટ હાઈવે પર મુસાફર તરીકે બેસી રીક્ષા મા જતા હતા. દરમિયાન મીતાણા ઓવરબ્રિજ પાસેથી રીક્ષા પસાર થતા નજીક થી ધસી આવેલ બાઈક ચાલકે ચાલુ રીક્ષામા ચીલઝડપ કરી મહિલાના ગળામાંથી સોનાનો ચેન ખેંચી હાઈવે પર સમડી ઉડી ગઈ હતી. બનાવ અંગે ભોગ બનેલી મહિલાએ સોનાનો ચેન કિંમત રૂપિયા ૧.૨૫ લાખ ની ચિલઝડપની ફરીયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા પારખી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખાનગીરાહે તપાસ આદરી હાઈવે નજીક ના સીસીટીવી ફૂટેજ ઉપરાંત, ટેકનીકલ ઉપકરણો અને હ્યુમન સોર્સીસ માધ્યમોની મદદથી ચિલઝડપ કરનાર બાઈક સવાર સમડી રાજકોટનો સંદીપ જીતેન્દ્રભાઈ પંડ્યા હોવાની ખાત્રી થતા તેના ઘરે પહોંચી ઉઠાવી લઈ પોલીસ ની ભાષામા કડક પુછતાછ કરતા સમડી પોપટ બની ગયો હતો. અને ચીલઝડપ કરેલ સોનાનો હાર રાજકોટ ના શ્રીકાંતભાઈ સોનીને વેચી માર્યો હોવાની કબુલતા સોની ને હાથવગો કરતા તેણે સોનાનો દાગીનો ઓગાળી ઢાળીયો બનાવ્યો હોય જેનુ વજન ૨૩.૬૬૦ ગ્રામ બજાર કીમત રૂપિયા ૩.૩૧ લાખ ઉપરાત, સમડી સંદિપ પાસેથી રોકડા રૂપિયા ૩ લાખ અને બાઈક જીજે ૦૩ એનઈ કીમત રૂપિયા ૫૦ હજાર સહિત કુલ રૂપિયા ૬ લાખ ૮૧ હજાર નો મુદામાલ જપ્ત કરી બંને શખ્સો ને હિરાસતમા લઈ વધુ તપાસ માટે ટંકારા પોલીસ હવાલે કરાયા હતા.