ટંકારામા જગતગુરૂ રામાનંદાચાર્યજીની 726 જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરાઈ.

Advertisement
Advertisement

ટંકારા તાલુકા વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા શનિવારે મોરબી હાઈવે કાંઠે આવેલ ખાખી મંદિર ખાતે ૧૦૦૮ પ.પૂ. જગતગુરૂ રામાનંદાચાર્યજીના પ્રાગટ્ય દિન ઉત્સવ ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત નરેન્દ્રભાઈ કુબાવતે એક યાદીમાં જણાવ્યુ હતુ કે, સવારે ગુરૂ પુજન, ધર્મસભા, સમુહ હનુમાન ચાલીસા પાઠ ઉપરાંત, સમાજના તેજસ્વી તારલા ઓને સન્માનિત કરી સન્માન કરાયા હતા. તમામ તેજસ્વી છાત્રો ને રવિભાઈ વનમાળીદાસ રામાનુજ ના આર્થિક યોગદાન થી પુરસ્કારથી નવાજવામા આવ્યા હતા. અંતે, સમુહ મહાપ્રસાદ ના યજમાન પ્રવિણચંદ્ર વજેરામ કુબાવત ના વરદ હસ્તે રાજભોગ દર્શન ખુલ્લા મુકાયા હતા. ધર્મોત્સવ પ્રસંગે પ્રસંગ અનુરૂપ પ્રવચન સુરેશભાઈ નિમાવત અને મિતાણા નિવાસી કવિ તુલસીદાસજીએ કરી મજબુત સંગઠન પર ભાર મુકયો હતો.