
મોરબી સીટી એ ડીવી. પો. સ્ટે. ગુ. ૨જી. નં. ૯૧/૨૫ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯,કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજો જેનુ વજન ૨ કીલો ૨૩૦ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) કેસમાં આરોપી આરીફ સ. ઓ. યાકુબભાઈ કચ્છી નો જામીન પર છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી એ. પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજો (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ના આરોપી આરીફ સ. ઓ. યાકુબભાઈ કચ્છી રહે. ખાટકી વાસ મોરબી વાળા ને મોરબી સીટી એ ડીવી. પો. સ્ટે. ગુ. ૨જી. નં. ૯૧/૨૫ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ ના મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. નીચેની કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી આરીફ સ. ઓ. યાકુબભાઈ કચ્છી ની ફો. ૫. અ.નં. ૧૪૫૩/૨૫ થી રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ. સેશન્સ કોર્ટ એ રકમ રૂા. ૨૫૦૦૦/- ના જામીન પર મુકત કરેલ છે. આરોપી આરીફ સ. ઓ. યાકુબભાઈ કચ્છી એ મોરબી ના સીનીયર વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત મોરબી ની સેસન્સ કોર્ટ માં રેગ્યુ. જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) ની ઘારદાર દલીલ માન્ય રાખી આરોપી ને સેસન્સ જજ શ્રી. કે. આર. પંડયા સાહેબે શરતો ને આધીન રેગ્યુ. જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.


