રાજકોટથી દારૂ ભરેલી કાર હાઈવે પર પસાર થઈ અને બાતમી આધારે આબાદ સપડાયા.

રાજકોટ હાઈવે પર મોરબી તરફ જવા ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે ચોક્કસ નંબર ની કાર પસાર થઈ રહી હોવાની ચોક્કસ બાતમી ટંકારા પોલીસને મળતા સ્થાનિક પોલીસે પોલીસ સ્ટેશન સામે જ હાઈવે પર વોચ ગોઠવી હાઈવે પર પસાર થતી કાર ને રોકી તલાસી લેતા ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ દારૂ ની ૫૦ બોટલ ઉપરાંત કાર સહિત રૂપિયા ૪.૭૫ લાખ ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત બે ઈસમ ને દારૂ સગેવગે થાય એ પૂર્વે ઝડપી લીધા હતા. અને દારૂની હેરાફેરી પ્રકરણમા હજુ એક શખ્સ સામેલ હોવાનુ ખુલતા અન્ય ત્રીજા શખ્સ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી હતી.
દારૂની રેલમછેલ કરી દારૂના ધંધાર્થીઓ ટુંકા માર્ગે નાણા કમાવવા છીંડા ગોતી દારૂની હેરાફેરી કરી માલ સગેવગે કરવા કાયમ કાર્યરત હોય છે. હવે તો હાઈટેક યુગમા પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સારો તાલમેલ સાધી લીધો હોય હેરાફેરી થાય ત્યારે પોલીસને પણ ગંધ આવી જતી હોવાનુ જગજાહેર છે. પરંતુ અમુક કિસ્સામા કોઈ અકળ કારણોસર ખરા ટાંકણે પોલીસ ની આંખ મીંચાઈ જતી હોવાની પણ એવડી જ ચર્ચા ખુલ્લેઆમ સાંભળવા મળે છે. જોકે, પોલીસે દારૂ ની હેરાફેરી પર તવાઈ ઉતારી છે. ટંકારાના પોલીસ ઈન્સ્પેકર કૃણાલ છાસીયા ને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ તરફથી ઓરા કાર નં જીજે ૩૬ એજે ૨૯૫૮ ઈંગ્લીશ દારૂ ભરીને મોરબી તરફ જવા નિકળી છે. દારૂ સાથે ચોક્કસ કાર ટંકારા તરફ આવી રહ્યાની બાતમી મળતા તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને પોલીસ સ્ટેશન સામે જ હાઈવે પર વોચમા ગોઠવી દીધા હતા. એ ટાંકણે બાતમી વાળી કાર નિકળતા હાઈવે પર રોકાવી તલાસી લેતા કારમાંથી અંગ્રેજી શરાબની બોટલ નંગ ૫૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ નો જથ્થો કાર સહીત રૂપિયા ૪.૭૫ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક માળીયા તાલુકાના જશાપર ના સંજય દેવદાન ડાંગર ઉપરાંત, રાજકોટના નવાગામ -આણંદપર ની જ્યોતિ સંદિપ ધરજીયા નામની પરીણીત મહિલા મળી આવ્યા હતા. જે બંને ની દારૂ પ્રકરણમા વિધીવત અટક કરી કડક પુછતાછ કરતા દારૂની હેરાફેરી પ્રકરણમા રાજકોટ ના રામદેવસિંહ ગોહિલ નુ વધુ એક નામ ખુલતા પોલીસે અન્ય ત્રીજા શખ્સ સુધી પહોંચવા ક્વાયત હાથ ધરી ઝડપાયેલા મહિલા સહિત ના બંને ઈસમો ને દારૂનો જથ્થો ક્યાંથી મેળવી કયા વેચાણ કરવાનો અને કેટલા સમય થી ધંધો કરાતો હોવા સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


