ટંકારા: હોમગાર્ડ કેડેટોએ હોમગાર્ડઝ ડે ઉજવ્યો.

Advertisement
Advertisement

ખાખી’ની બી ટીમ ગણાતા માનદ જવાનોએ બાઈક રેલી યોજી હોમગાર્ડ ની ફરજોની સમજ આપી.

માનદ વેતનથી પોલીસ સાથે ખભો મિલાવી કાયદો વ્યવસ્થા જાળવવા ફરજ બજાવતી પોલીસની બી ટીમ ગણાતા હોમગાર્ડ યુનિટ દ્વારા ટંકારા ખાતે હોમ ગાર્ડ ડે ની ઉજવણી કરવામા આવી હતી. આ તકે હોમ ગાર્ડ કેડેટો દ્વારા પરેડ યોજી સિવીલ હોસ્પિટલના કેમ્પસ ખાતેથી બાઈક રેલી યોજ, વૃક્ષારોપણ, બાળકોને બિસ્કીટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજયા હતા.
કાયદો વ્યવસ્થા સંભાળતા પોલીસતંત્ર સાથે કાયમી ખભો મિલાવી માનદ વેતનથી ફરજ બજાવી પોલીસની બી ટીમ ગણાતા હોમ ગાર્ડ યુનિટ ટંકારા દ્વારા હોમ ગાર્ડ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમા, હોમ ગાર્ડ યુનિટ ટંકારા ના ઓફિસર કમાન્ડીગ અરૂણ પરમારના વડપણ હેઠળ પરેડ યોજવામા આવી હતી. બાદ મા, સિવિલ હોસ્પિટલ પટાંગણ થી બાઈક રેલી યોજી મુખ્ય માર્ગ પર યોજી હતી. આ તકે, વૃક્ષારોપણ, ભૂલકાઓને ને બિસકીટ વિતરણ કરી હોમ ગાર્ડ ટીમે સેવાકાર્ય કર્યુ હતુ. હોમગાર્ડ ના તમામ કેડેટોએ તૈનાત રહી લોકોને હોમ ગાર્ડ ની સેવાઓ વિષે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે રાજભા ઝાલા, ગીરીશ પંડ્યા, કમલેશ કારાવડીયા, દિવ્યેશ ત્રિવેદી સહિતના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.