ટંકારાના ધ્રોલીયા ગામે સડકનુ નવિનીકરણ, પરીવહન સુવિધા સહેલી થશે.

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના અંતરીયાળ આવેલ ધ્રોલિયા ગામથી ટંકારા પડધરી સ્ટેટ હાઈવે ને જોડતા એપ્રોચ રોડની રીસર્ફેસિંગ કામગીરી થતા ગામડાના લોકો ઉબડખાબડ માર્ગ થી છુટકારો થયો છે.
મોરબી જીલ્લામા હાલ અનેક રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી માર્ગ મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ દ્વારા હાથ ધરવામા આવી છે. એ અંતર્ગત ટંકારા તાલુકાના નાનકડા ધ્રોલિયા ગામથી ટંકારા વાયા નેકનામ થી પડધરી તાલુકાને જોડતા સ્ટેટ હાઈવે સુધી ગ્રામ્ય માર્ગના નવીનીકરણ કરવાનુ કામ કરીને જોડાયો હતો. અગાઉ બનેલા રોડ ઘણા સમયથી તુટી પડ્યો હતો. ગ્રામીણ રોડ ની અવધિ પૂર્ણ થતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમાવિષ્ઠ કરી નવિનીકરણ કરાયુ હતુ. ગામડાને રોડનુ રીસરફ્રેશીંગ થતા ઉબડખાબડ માર્ગ થી છુટકારો થયો હતો.