ટંકારાના ધ્રોલિયા ગામના એપ્રોચ રોડનુ નવિનીકરણ થતા પરીવહન સુવિધા સુલભ બનશે.

Advertisement
Advertisement

ધ્રોલીયા ગામે અગાઉ બનેલી પાકી સડક છેલ્લા ઘણા સમયથી તુટી પડી હતી. અંતે નવો માર્ગ બનતા તાલુકાના સ્ટેટ હાઈવે સાથે જોડાયો.

ટંકારા તાલુકાના અંતરીયાળ આવેલ ધ્રોલિયા ગામથી ટંકારા પડધરી સ્ટેટ હાઈવે ને જોડતા એપ્રોચ રોડની રીસર્ફેસિંગ કામગીરી થતા ગામડાના લોકો ઉબડખાબડ માર્ગ થી છુટકારો થયો છે.
મોરબી જીલ્લામા હાલ અનેક રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી માર્ગ મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ દ્વારા હાથ ધરવામા આવી છે. એ અંતર્ગત ટંકારા તાલુકાના નાનકડા ધ્રોલિયા ગામથી ટંકારા વાયા નેકનામ થી પડધરી તાલુકાને જોડતા સ્ટેટ હાઈવે સુધી ગ્રામ્ય માર્ગના નવીનીકરણ કરવાનુ કામ કરીને જોડાયો હતો. અગાઉ બનેલા રોડ ઘણા સમયથી તુટી પડ્યો હતો. ગ્રામીણ રોડ ની અવધિ પૂર્ણ થતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમાવિષ્ઠ કરી નવિનીકરણ કરાયુ હતુ. ગામડાને રોડનુ રીસરફ્રેશીંગ થતા ઉબડખાબડ માર્ગ થી છુટકારો થયો હતો.