સજનપર પ્રા.શા. ખાતે ટંકારા તાલુકાકક્ષાનો બાળવૈજ્ઞાનિક પ્રદર્શન મેળો યોજાયો.

Advertisement
Advertisement

બીઆરસી ભવન આયોજીત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળા મા ભૂલકાઓએ જુદી જુદી ૨૯ કૃતિઓ રજુ કરી હતી.

ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે જીસીઈઆરટી પ્રેરીત અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી ના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો પ્રાથમિક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો યોજાયેલ હતો. વૈજ્ઞાનિક પ્રદર્શન મેળાનુ આયોજન બી.આર.સી.ભવન ટંકારા દ્વારા કરવામા આવ્યુ હતુ. જેમા, કુલ 29 કૃતિઓ પ્રદર્શનમા રજુ થઈ હતી. પ્રારંભે જીલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રતિનિધિ નથુભાઈ કડીવારના હસ્તે ખુલ્લો મુકાયો હતો. રજુ થયેલ કૃતિઓ નિહાળવા અને કૃતિઓ થકી જ્ઞાન અને જાણકારી મેળવવા માટે તાલુકાની અન્ય શાળાઓના બાળકો, શિક્ષકો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામા પધાર્યા હતા. ભાગ લેનાર શાળાઓને શિલ્ડ ઉપરાંત, માર્ગદર્શક તરીકે કાર્યરત શિક્ષકો અને વિધાર્થીઓને પ્રમાણપત્ર – શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે, તાલુકા બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, બી.આર.સી. ટીમ, સજનપર પ્રા.શા ના આચાર્ય અલ્પેશભાઈ પુજારા, શાળા ના શિક્ષકો, શૈલેષભાઈ સાણજા સહિતનાઓ ઉપસ્થિત રહી પ્રદર્શન મેળા માટે જહેમત ઉઠાવી હતી.