પોલીસ ની કામગીરી થી સજ્જન સમાજ મનોમન પ્રશંસા ના પુષ્પો વેરી છે…વારંવાર ડ્રાઈવ કરવા સાથે રાત્રે મુખ્ય બજારમા લટાર મારી બેફામ ધૂમ બાઈક ચલાવતા છેલબટાઉ ને સબક શિખવે એ જરૂરી છે.

છેલ્લા ઘણા સમયથી સુસુપ્ત અવસ્થામા જણાતી ટંકારા પોલીસ અંતે આળસ મરડી બેઠી થઈ હોય એમ હાઈવે પર આવેલ ઓવરબ્રિજ નીચે કાયમ અડીંગો જમાવી વાહનોના ખડકલા ખડકી વાહનચાલકો અને મુસાફરો ને અડચણ ઉભી કરતા વાહનચાલકોને દંડી કાયદાનો ડંડો ઉગામતા લોકો મા પોલીસ જાગૃત હોવાની પ્રતિતી થતા લોકોમા કામગીરી ની પ્રશંસા થઈ રહી છે.
ટંકારામા ચોતરફ આડેધડ મનફાવે એમ વાહન પાર્ક કરી રાહદારીઓને કનડતા રીક્ષા સહિતના માલવાહકો ઉપરાંત, જાહેર ભીડ વાળી બજારોમાં ધૂમ સ્ટાઈલમાં નિકળતા લુખ્ખા મોટરસાયકલ ચાલકો છેલ્લા ઘણા સમયથી સજ્જન સમાજ ને કનડગત ઉભી કરી રહ્યા હોવાની ચર્ચા શહેરના ગલીયારામા થઈ રહી હતી. એ ટાંકણે પોલીસે આળસ ખંખેરી શહેર મધ્યે આવેલા હાઈવે પર લતિપર ચોકડી ખાતે આવેલા ઓવરબ્રિજ નીચે આડેધડ મનફાવે એમ વાહનો પાર્ક કરી ચાલકો રાહદારીઓને પસાર થવુ મુશ્કેલ થાય એ રીતે પાર્ક કરી કોઈ ને દાદ દેતા ન હોવાના દ્શ્યો રોજબરોજ જોવા મળતા હતા. એ ચિત્રો ને ભૂંસવાની સરાહનીય કામગીરી પોલીસ ટીમના કિશોર મુળજી, દશરથસિંહ જેઠવા, ચેતન કડવાતર સહિતનાએ કરી છકડો રીક્ષા નં. જીજે -૩ એક્સ ૯૮૨ના ચાલક મોરબીના રફાળેશ્વર ના દેવીપુજક અજય જસવંત વાઘેલા, છકડો રીક્ષા નં. જીજે -૧૩ એવી ૯૦૦૫ ના ચાલક મૂળ લખતરના વડલાના હાલ ટંકારાના દેવીપુજક રોહીત ભરત સચાણીયા, સીએનજી રીક્ષા નં.જીજે-૩૬ ડબલ્યુ ૫૮૮૮ ના ચાલક ઝમઝમ નગર ટંકારાના ભરવાડ જગદીશ બાબુ ઝાપડા, સીએનજી રીક્ષા નં. જીજે-૩૬ યુ ૭૭૯૭ ના ચાલક મુમના શેરી, ટંકારાના રફીક અકબર સોહરવદી, સીએનજી રીક્ષા નં.જીજે-૩૬ યુ ૨૪૭૬ ના ચાલક જીવાપરા વિસ્તાર, ટંંકારા ના ભરવાડ પરેશ માત્રા ઝાપડા સહિતનાઓ સામે ટ્રાફિક ને અડચણ ઉભી કરવા સબબ કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત, મહિન્દ્રા થાર નં. જીજે-૩૬ એપી ૮૬૪૮ ના ચાલક મોરબીના શિવનગર પંચાસર ના પટેલ દિનેશ શામજી નેસડીયા, હિરો હોન્ડા બાઈક નં. જીજે-૩ એ એન ૪૮૦૬ સામે નશો કરી વાહન ચલાવવા સબબ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી કાયદા નો ડંડો ઉગામતા લોકો મા પોલીસ ની કામગીરી ની પ્રશંસા થઈ રહી હતી.


