
ધાર્મિક દ્રષ્ટિએ આસ્થા નુ કેન્દ્ર ગણાતા દેવસ્થાન – મંદિરો રાજ્ય ઉપરાંત દેશભરના લગભગ તમામ ગામો મા હોય છે. ટંકારાના લતિપર હાઈવે પર આકાર પામેલ ઈન્દ્રપ્રસ્થ -૨ સોસાયટીમા મુખ્ય પ્રવેશદ્વાર પર રહેણાંક મકાન સાથે જ હનુમાનજી મંદિરનુ નિર્માણ કરાયુ હતુ. જે પૂર્ણ થતા શાસ્ત્રો અને હિંદુ ધર્મ અનુસાર મૂર્તિ સ્થાપન પૂર્વે મંદિરનુ શુધ્ધિકરણ અને પુજન અને મૂર્તિ પ્રતિષ્ઠા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચેતનવંતી કરવા દેહપુજા, પંચગવ્ય સ્નાન વિધિ, અર્ચના ભગવાન ના સીધા દુત ગણાતા ભૂદેવોના સ્વમુખે મંત્રોચ્ચાર સાથે યજ્ઞની આહુતિ, ધુપ દિપ આરતી સહિત મૂર્તિ પુજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ધાર્મિક પ્રસંગ ની ઉજવણી આમંત્રિતો ની ઉપસ્થિતિમા સોમવારે કરવામા આવશે. ધર્મોત્સવ પ્રસંગે દર્શન નો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
ટંકારાના જબલપુર ગામ ના પાટીયા પાસે આકાર પામેલી ઈન્દ્રપ્રસ્થ સોસાયટી સાથે પ્રવેશદ્વાર પર હિંદુ ધર્મમા બાહુબલી દેવ ગણાતા હનુમાનજીનુ મંદિર નિર્માણ કરાયુ હતુ. અહીંયા મંદિરનુ બાંધકામ કાર્ય પૂર્ણ થતા મંદિર સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનુ સોસાયટી મા વસતા પરીવારે સામુહિક નક્કી કર્યુ છે. જે અંતર્ગત તા. ૨૪ ને સોમવારથી તા. ૨૬ ને બુધવાર સુધી ત્રિદિવસીય ધર્મોત્સવ ઉજવાશે. જેમા, જબલપુર વાળા શાસ્ત્રી અરવિંદભાઈ જાની ના આચાર્ય પદે સોમવારે સાંજે પાંચ વાગ્યે દેહ શુધ્ધિ, કુટીર હોમ, ધાન્યાધિવાસ, મંગળવારે ગણેશ પુજન, પંચાગ કર્મ, મૂર્તિ યાત્રા, મૂર્તિ મંડપ પ્રવેશ, ગૃહ શાંતિ, શાંતિ હોમ, મહાઆરતી તથા ત્રીજા દિવસે બુધવારે સ્થાપન પુજા, મૂર્તિ પ્રતિષ્ઠા, શિખર ધ્વજા જી પધરામણી, બપોરે ૧૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે.


