ટંકારા ખાતે યોજાયેલા સરદાર પટેલ એકતા યાત્રા મા તંત્રે ભાજપની કઠપુતળી બની કાર્યકમ યોજયાનો આક્ષેપ

Advertisement
Advertisement

ટંકારાના કોંગ્રેસ ના કદાવર ગજાના ગણાતા નેતા મહેશ રાજકોટીયાએ કલેકટર ને પત્ર પાઠવી કાર્યક્રમ મા રાષ્ટ્રીય લોહ પુરૂષ ના કાર્યક્રમ મા કોંગ્રેસ ની અવગણના કરી તંત્ર ભાજપના દબાણ હેઠળ કામ કરતુ હોવાનો ટોણો માર્યો.

 

ટંકારા વિધાનસભા મતવિસ્તારમા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમવારે રાષ્ટ્રના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને અખંડિતતા ને લોક હ્યદય મા જીવંત રાખવા યોજાયેલી એકતા પદયાત્રા શાસકપક્ષ ભાજપની BJP ના કાર્યક્રમ મા ફેરવાઈ ગયો હોવાનો સણસણતો આક્ષેપ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજકોટીયાએ કલેકટર ને પત્ર પાઠવી કર્યો હતો.

એકતા પદયાત્રા મુદ્દે ટંકારાના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટીયાએ જીલ્લા કલેકટર ને ખુલ્લો પત્ર પાઠવી આક્ષેપ કર્યો હતો કે, સરદાર પટેલ કોઈ પક્ષના નહોતા તેઓ રાષ્ટ્રીય પુરૂષ હતા. અને સમગ્ર દેશવાસીઓ પ્રત્યે તેઓ સમદ્રષ્ટા હતા. પરંતુ જીલ્લા વહીવટી તંત્રે ભાજપના સાંસદ, ધારાસભ્યો, તાલુકા, જીલ્લાના સભ્યોને આમંત્રિત કરી કાર્યક્રમને શાસક પક્ષનો કાર્યક્રમ બનાવી દીધો એ ઉપર થી તંત્ર શાસકપક્ષ ની કઠપુતળી બની દબાણ હેઠળ કામ કરતી હોવાનુ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે. સરદાર પટેલ માત્ર ભાજપ ના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર ના હિત અને હિમાયતી રહ્યા છે. ખરેખર સરદાર પ્રત્યે સંવેદના હોય તો ક્રિકેટ સ્ટેડિયમ નુ નામ હટાવી દેવાયુ છે એ પુનઃ સ્થાપિત કરવા મુદ્દે ગંભીર બનવુ જોઈએ. અને આમ કરવાથી પ્રજામાં પણ સરદાર પટેલ પ્રત્યે લગાવ અને લાગણી હોવાની પ્રતિતી ચોક્કસ થશે.તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં મોદીની મોટી તસવીર છાપનાર તંત્રનો કાન આમળી સરદાર નુ નામ સ્ટેડિયમ પર ભૂંસી નખાયુ ત્યારે જ સરદાર સાહેબ નુ સન્માન ભુંસી નખાયુ હતું. સરદાર ને હટાવનારાની નૌટંકી નિહાળી શરમથી આપનુ માથુ ઝુકી જવુ જોઈએ. એવો ટોણો રાજકોટીયાએ મારી પત્ર મા વધુ મા જણાવ્યું હતું કે,
સરદાર અમારા બાપ છે અને રહેશે. એમના કાર્યકમ મા અમોને દુર રાખવાથી અમારા અને પ્રજા ના હ્યદયથી તેઓ દુર થવાના નથી. અંતે, કલેકટર ને કાર્યક્રમ નો વિરોધ નથી પરંતુ રાષ્ટ્રના પનોતા પુત્રના પ્રસંગે પક્ષાપક્ષી થી વાંધો છે. આપશ્રી તંત્ર ના જીલ્લા ના પ્રમુખ અમલદાર છો ત્યારે આપશ્રીએ રાગદ્વેષ ત્યજી પ્રજાભિમુખ કામગીરી પર ધ્યાન આપવા ચિટીયો ભરી કઠપુતળી ન બનવા ગંભીર ટકોર કરી હતી.