મોરબી: NDPS ના ગુન્હા માં આરોપીનો જામીન પર છુટકારો

Advertisement
Advertisement

મોરબી સીટી બી ડીવી. પો. સ્ટે. બી પાર્ટ ગુ. ૨જી. નં. ૧૮૩૨/૨૫ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી),ના કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો જથ્થો ૨ કીલો ૮૮૫ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) કેસમાં આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માનો જામીન ૫૨ છુટકારો

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી પોલીસે ૨ કીલો ૮૮૫ ગ્રામ ગાંજો વેપારી જથ્થાના (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલૈયા બેલ તા. ફરઘાના જી. લખીમપુર ખીરી ઉતરપ્રદેશ વાળા નેમોરબી સીટી બી ડીવી. પો. સ્ટે. બી પાર્ટ ગુ. રજી. નં. ૧૮૩૨/૨૫ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી),ના મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. નીચેની કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા ની ફો. ૫. અ.નં. ૧૧૪૨/૨૫ થી રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ. સેશન્સ કોર્ટ એ રકમ રૂા. ૧૫૦૦૦/-ના જામીન પર મુક્ત કરેલ છે. આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા એ મોરબી ના સીનીયર વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત મોરબી ની સેસન્સ કોર્ટ માં રેગ્યુ. જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) ની ઘારદાર દલીલ માન્ય રાખી આરોપી ને સેસન્સ જજ શ્રી. કે. આર. પંડયા સાહેબે શરતો ને આધીન રેગ્યુ. જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.