ઘમકી આપી અને ખંડણી માંગી અપહરણ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અને બળજબરી થી લેંણા નીકળતા રૂપીયા કઢાવવા માટે ફરીયાદ ના ગુન્હામાં આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા નો જામીન પર છુટકારો
બનાવ ની ટુંકમાં હકકીત એવી છે ફરીયાદ પ્રવીણભાઈ મહાદેવભાઈ અંબાણી એ મોરબી એ ડીવી. પો. સ્ટે. માં તા. ૩૦/૯/૨૫ ના રોજ બી. એન. એસ. ની કલમ ૩૦૮ (૨), ૩૨૯ (૩), ૩૫૧ (૩), ૩૫૨, ૫૪, વિ. મુજબ ની આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા સામે ઉછીની લીધેલ રકમ ના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરી થી ફરીયાદી ના પુત્ર ને મારી નાખવાની ઘમકી આપીને ડરાવી ઘમકાવી ને બળજબરી પુર્વક તેના લેણા નીકળતા રૂપીયા કઢાવવા માટે સ્ટાફ ની પાસેથી ટ્રેકટર ની ચાવીઓ બળજબરી થી લઈને ટ્રેકટર પર બેસી જઈને બોલાચાલી ઝગડો તકરાર કરી તથા મદદગારી કરવાની ફરીયાદ આપેલ અને આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા ની પોલીસ ઘરપકડ કરતા તેને જેલ હવાલે કરતા આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા એ રાજકોટ ના સીનીયર વકીલ શ્રી ભગીરથસિંહ વી. ડોડીયા તથા મોરબી ના સીનીયર વકીલ શ્રી જીતેન્દ્રીંહ આર. જાડેજા મારફત મોરબી ની સેસન્સ કોર્ટ માં રેગ્યુ. જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ વકીલ શ્રી ભગીરથસિંહ વી. ડોડીયા ની ઘારદાર દલીલ માન્ય રાખી આરોપી ને સેસન્સ જજ શ્રી. મીતલકુમાર રસીકભાઈ નાદપરા સાહેબે શરતો ને આધીન રેગ્યુ. જામીન ૫૨ મુકત કરવાનો હુકમ કરેલ છે.


