
ગામડાના ખેડુતની માલિકીના ખેતરમા વિજ તંત્ર ની ખાનગી કંપની ની દાદાગીરી સામે વિરોધ ચરમસીમાએ.
સૌરાષ્ટ્ર મા છેલ્લા ઘણા સમયથી વિજળી ની હેવી લાઈન સહિતના મસમોટા કામો સરકારે ખાનગી કંપનીઓને આપી દીધા બાદ ખાનગી કંપનીઓ સરકાર સાથે સાંઠગાંઠ હોવાથી ખેડુતોની પૂર્વ મંજુરી કે વળતર ચુકવ્યા વગર ખેડુતોને ડરાવી ધમકાવી વટ થી વિજળીના હેવી વિજ વહન કરતા મોત ના માંચડા જેવા ટાવરો અને થાંભલાઓ ખેતરમા ખોડી દેવાની ફરીયાદો રોજીંદી બની ગઈ છે. એ મુજબ મોરબી જીલ્લા ના માળીયા તાલુકાના ખાખરેચી ગામના ખેડુત ના માલિકીના ખેતરમા ખેડુત ની પૂર્વ મંજુરી કે વળતર ચુકવ્યા વગર ધમકાવી ૭૬૫ કેવી ની હેવી લાઈન ના ટાવર ખડકી દીધા હોવાથી ખેડુતે વળતર ચુકવવા અને વિજળીના જીવતા પ્રવાહ થી ખેતીકામ કરતા સતત માથે મોત નો ભય રહેતો હોય અને ઉપજ મા નુકશાની અંગે અનેક રજુઆતો પછી પણ વળતર ન મળતા કંટાળી આખરે જીલ્લા કોંગ્રેસના રાજકીય અગ્રણી મહેશ રાજકોટીયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા રાજકોટીયા એ કલેકટર ઉપરાંત, ઉર્જા સચિવ સહિતનાઓને ધગધગતુ આવેદનપત્ર પાઠવી ખેડુત મુદ્દે દસ દિવસમા ઉકેલ નહીં આવે તો જીલ્લાભરના ખેડુતો અને પ્રજાજનોને સાથે રાખી પોતે વિજળી ના થાંભલા ઉખેડી ફેંકી દેવાની ચિમકી ઉચ્ચારી જવાબદાર નિંભર તંત્ર નો કાન આમળતા દિવાળી પૂર્વે જ ભારે ખખળભળાટ મચ્યો છે.
મોરબી જીલ્લા ના ખાખરેચી ગામના ખેડુત રમેશ દલા કૈલા ના ખેતરમા વિજ પાવર સપ્લાય નો કોન્ટ્રાક્ટ ધરાવતી સ્ટરલાઈટ નામની કંપનીએ નિયમોનુસાર ખેડુત ની પૂર્વ મંજુરી વગર ખેડુતની માલિકીના ખેતરમા મોતના માંચડા જેવા તોતિંગ ટાવર (થાંભલા) ખેડુત ને ડરાવી ધમકાવી ખડકી દીધા હતા. અને વળતર ચુકવવા ની લોલીપોપ આપી હતી. પરંતુ ફદીયુ તો ન મળ્યુ ઉપરથી ખેતીકામ વખતે માથે સતત મોત નો ભય રહેતો હોય અને ઉપજ મા નુકશાની આવવા લાગતા ખેડુત છેલ્લા એક વર્ષથી ઉર્જા વિભાગ, કલેકટર સહિતનાઓને રજુઆત કરી હતી. જેના પરીણામ સ્વરૂપે તમામ ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી, પી.એમ.
સહિતનાઓએ આ મુદ્દે હકારાત્મક અભિગમ થી ખાનગી કંપનીને વળતર ચુકવવા પત્ર વ્યવહાર કર્યા બાદ પણ સરકાર સાથે સાંઠગાંઠ હોવાથી કંપની કાન દેતી ન હોવાથી ખેડુત આખો મિલીભગત નો મામલો પામી વ્યથિત થઈ કંટાળી ને જીલ્લા કોંગ્રેસ ના અગ્રણી મહેશભાઈ રાજકોટીયા સમક્ષ હૈયાવરાળ ઠાલવતા મહેશ રાજકોટીયા ખેડુત ની વ્યથા અને વેદના થી ભારે ગિન્નાયા હતા. અને ઉર્જા સચિવ, કલેકટર સહિતનાઓને આક્રોશ ઠાલવતુ આવેદનપત્ર રૂપે દસ દિવસ મા નિવેડો લાવવા અલ્ટીમેટમ પાઠવી દસ દિવસ ની જવાબદારો ને મહેતલ આપી હતી કે, જો તાકિદે ખેડુત મુદ્દે યોગ્ય ઉકેલ નહીં આવે તો પોતે જીલ્લા ભરના ખેડુતો અને પ્રજાજનોને સાથે રાખી ખેડુત ના ખેતર મા ખેડુત ની મંજુરી વગર ઉભેલા મોત ના માંચડા જેવા થાંભલા ઉખેડી ફેંકી દેવાની અને આ મુદ્દે અમલદારો ની મધ્યસ્થી પોતે સાંખી નહીં લ્યે એવી ચિમકી ઉચ્ચારતા દિવાળી પૂર્વે જ જીલ્લા મા ભારે ખળભળાટ મચ્યો છે.


