ચાર વર્ષ પૂર્વે બનેલા હાઈવે વારંવાર તુટી પડતો હોય પગલા લેવામા તંત્ર કોની લાજ કાઢે છે?

રાજકોટ મોરબી ફોરલેન હાઈવે ઠેર ઠેર તુટી જવાથી મસમોટા ગાબડા પડી જતા અકસ્માત સર્જાવા સાથે ઈમરજન્સી સેવા અને શાળાએ જતા ભૂલકાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તાત્કાલિક ટકાઉપણા ની ખાત્રી સાથે રીપેરીંગ કરાવવા આમ આદમી પાર્ટીએ ટંંકારા મામલતદાર અને રોડ વિભાગ ને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી.
રાજકોટ મોરબી ફોરલેન હાઈવે નવો બન્યા ને હજુ ચાર વર્ષ પણ વિત્યા નથી ત્યા વારંવાર હાઈવે તુટી જી ઉંટ ની પીઠ જેવો ઉબડખાબડ બની જાય છે. હાલમા હાઈવે ઠેર ઠેર તુટી પડવાથી હાઈવે પર પસાર થનારા વાહનચાલકો ને સતત અકસ્માત ની ભીતી રહે છે. આ મુદ્દે ટંંકારા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમ ગોસરા, રાજુ રૈયાણી, અનિલ દુબરીયા, કુલદીપ ભાગીયા, કાસમભાઈ ઉઠમણા સહિતનાઓએ ટંંકારા મામલતદાર ની.એન.ગોર ઉપરાંત રોડ વિભાગ ને આવેદનપત્ર પાઠવી સત્વરે ટકાઉપણા ની ખાત્રી સાથે ટકાટક રીપેરીંગ કામ કરાવવા માંગણી કરી હતી. આવેદનપત્રમા વધુ મા જણાવ્યા પ્રમાણે હાઈવે મા પડેલા મસમોટા ગાબડા અને ઉબડખાબડ બનેલા હાઈવે માર્ગ થી અકસ્માત સર્જાવા ઉપરાંત, ઈમરજન્સી સેવાઓને મોટી કનડગત રહે છે. દર્દીઓને સારવાર મળે એ પૂર્વે તુટેલા સ્ટેટ હાઈવે થી સારવાર ને બદલે પિડા ભોગવવી પડે છે. સગર્ભા સ્ત્રી ઓની વેદના વધવા સાથે શાળાએ જતા માસુમ ભૂલકાઓ અને વિધાર્થીઓને ઉબડખાબડ રસ્તા થી ભણતર મા વિલંબ થતા બાળકો તનાવ અનુભતા હોવાથી વારંવાર હાઈવે ઉંટ ની પીઠ જેવો બની જતો હોવા છતા પગલા લેવામા તંત્ર કોની લાજ કાઢે છે? એવો વેધક સવાલ ઉઠાવી તાકીદે હાઈવે રીપેરીંગ કરવા માંગણી કરી હતી.


