જવાબદાર તંત્રને દ્શ્ય નો તાદૃશ કરાવી પગલા લેવા મહિલા કોંગ્રેસ પ્રમુખ ની આક્રમક રજુઆત

ટંકારા શહેરની પછવાડે આવેલા ખિજડીયા ચોકડીથી ખાડીયા વિસ્તારમાંથી પસાર થતા સ્મશાન સુધી નો માર્ગ સાવ ભાંગી ને ભુકો થઈ ગયો હોય હાલ ડામરના અવશેષો પણ જોવા મળતા નથી એવા મગર ની ખાલ જેવા રોડ રસ્તા ને સત્વરે બનાવવા અને ઠેર ઠેર રોડ ઉપર ના ભોરીંગ જેવા ખાડા થી પાણી ના ખાબોચીયા હાલ તળાવ બની જતા અહીંયા થી પસાર થવુ દુષ્કર બન્યુ છે. જેનાથી શાળાએ જતા ભૂલકાઓને અકસ્માત સર્જાવા ઉપરાંત કાદવ કિચડ ના સામ્રાજ્ય થી ગંભીર રોગચાળો ફાટી નિકળવાની દહેશત વ્યકત કરી તાકીદે રોડ મરામત કરવા અને કચરો ઉસેડવા માટે ટંકારાના મહીલા કોંગ્રેસ પ્રમુખે જન આરોગ્ય જોખમાય એ પૂર્વે પગલા લેવા માંગણી ઉઠાવી હતી.
ટંકારા તાલુકાના આંતરીક રોડ રસ્તા લાંબા સમયથી તુટી પડ્યા હોય પરંતુ ઉબડખાબડ માર્ગો પ્રત્યે જવાબદારો આંખ આડા કાન કરી મરામત કરતા ન હોવાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનુ કાયમી બન્યુ છે. શહેરની ખિજડીયા ચોકડીથી વાયા ખાડીયા વિસ્તાર તરીકે ઓળખાતા રહેણાંક વિસ્તારથી સ્મશાન તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ પણે તુટી ને ભાંગી ને ભુકો થયો હોય ડામરના અવશેષો પણ બચ્યા ન હોય એવા મગર ની ખાલ જેવા માર્ગ મા અનેક મસ મોટા ગાબડા થી ચોતરફ પાણી થી ભરાયેલા ખાબોચીયા હાલ તળાવ મા ફેરવાઈ જવાથી શાળાએ જતા ભૂલકાઓને અકસ્માત સર્જી જીવ જોખમાવાની ભિતી હોય ઉપરાંત કાદવ કિચડ ના ગંજ ખડકાઈ ગંદકીનુ સામ્રાજ્ય ફેલાઈ ગયુ છે. પરીણામે રોગજન્ય માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય અહીંયા થી પસાર થવુ તો દુષ્કર બન્યુ છે. પરંતુ આખો રહેણાંક વિસ્તાર નર્કાગાર મા રીબાઈ રહ્યો છે. અહીંયા તાકીદે રોડ મરામત નહીં થાય તો શહેર આખુ ગંભીર રોગચાળાની લપેટમા આવી જવાની દહેશત વ્યક્ત કરી ટંંકારા કોંગ્રેસ ના મહિલા પ્રમુખ મીનાબેન ચેતનભાઈ ત્રિવેદી એ લગત તંત્ર નો કાન આમળી તાકિદે માર્ગ મરામત કરવા અને ગંદકી ઉકરડા ઉસેડી જન આરોગ્ય જોખમાય એ પૂર્વે દવા છંટકાવ કરવા માંગણી ઉઠાવી રહેણાંક નો ખાડીયા વિસ્તાર રોગચાળાનુ એપી સેન્ટર બનતા વાર નહીં લાગે એવી ભિતી પણ વ્યક્ત કરી હતી.


