ટંકારા: મુસ્લિમોના માતમનો તહેવાર મહોરમ કોમી એખલાસ સાથે સંપન્ન 

Advertisement
Advertisement
તાજીયા જુલુસ નુ દયાનંદ ચોક મા હિંદુ સંગઠનોએ પરંપરાગત સન્માન કર્યુ.
       
ટંકારામા મુસ્લિમોના માતમ નો તહેવાર ગણાતા મહોરમ ના તાજીયા શનિવારે રાત્રે તકિયા મસ્જીદ માથી નિકળી પળ મા આવ્યા હતા. બાદ મા, રવિવારે સવારે તાજીયા જુલુસ રૂપે તકિયા માથી નિકળી મેઈન બજારમાથી પસાર થઈ દયાનંદ ચોક મા પહોંચ્યા બાદ વર્ષો ની રસમ પ્રમાણે અહીંયા થંભાવી  મુસ્લીમ બિરાદરોએ માતમ ની ધમાલ લીધી હતી. તાજીયા જુલુસ દયાનંદ ચોક ખાતે પહોંચતા રાબેતા મુજબ હિંદુ સમાજના અગ્રણીઓ, વેપારીઓ દ્વારા તાજીયા કમિટી નુ સન્માન કરવાની વર્ષો જુની પરંપરા જાળવી સ્વાગત કરી કોમી એખલાસ ના દિદાર કરાવ્યા હતા.
ટંકારામા મુસ્લિમ સમાજના માતમના પર્વ મહોરમ અંતર્ગત તાજીયા શનિવારે રાત્રે  તકીયા મા આવેલ મસ્જીદ થી પળ મા આવ્યા હતા. જે રાતભર ઝુલુસ રૂપે નિકળી શહેરના રાજમાગોઁ પર સરઘસ રૂપે પસાર થયા હતા. તાજીયા કમિટી દ્વારા કલાત્મક તાજીયા બનાવવા મા આવ્યા હતા. અને ફરી રવિવારે સવારે નિયત સમયે નિર્ધારિત સ્થળે થી રવાના થઈ દયાનંદ ચોક પહોંચ્યા હતા. અહીંયા પહોંચતા જ હિંદુ સમાજના અગ્રણીઓ ભૂપત પટેલ, કોંગ્રેસ ના યુવા જાગૃત નેતા રમેશ રબારી, જયરાજસિંહ ઝાલા, રાણા ટપુ, દલસુખભાઈ બોડા, રજનીકાંત ડાંગરોસીયા સહિત ના અગ્રણીઓ એ વડવા વખતથી ચાલી આવતી વર્ષો જુની પરંપરા જાળવી રાખી તાજીયા નુ પરંપરાગત રીતે ફુલહારથી સન્માન કર્યુ હતુ. દયાનંદ ચોક મા ધમાલ લીધા બાદ શહેરના મુખ્ય માર્ગો પર  તાજીયા જુલુસ રૂપે ફર્યા હતા. મુસ્લિમ યુવકો દ્વારા કલાત્મક રીતે બનાવવામા આવેલ તાજીયા ને  રોશની થી ઝળહળીત કરાયા હતા. મુસ્લિમ સંધી સમાજના આગેવાન ઈબ્રાહિમ ઈસાભાઈ સંધી, હબીબ ઈશા, મોમીન સમાજના સલિમ હુશેન, ઈલુ મામદ, ઘાંચી સમાજ ના અગ્રણી આમદ નુરા, રમજાન માણકીયા, ફિરોજ તૈલી, ઈમરાન માણકીયા, એડવોકેટ સિરાજ અબ્રાણી, સલીમ અબ્રાણી, હાસમભાઈ ફકીર, સલીમ અલાણા સહિતના મુસ્લિમ આગેવાનો ની દેખરેખ હેઠળ આયોજન કરવામા આવ્યુ હતુ. હિંદુ સમાજ ના લોકો એ કલાત્મક તાજીયા નો નજારો માણ્યો હતો. મોડી સાંજે હોસ્પિટલ રોડ પર પરંપરા મુજબ તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા માતમ મનાવી તાજીયા ટાઢા કરાયા હતા.