હળવદ: NDPS ના ગુનાહમાં સંડોવાયેલ આરોપીનો જામીન પર છુટકારો કરાવતા સિનિયર એડવોકેટ ગોપાલ ઓઝા

Oplus_131072
Advertisement
Advertisement

હળવદ પો. સ્ટે. બી પાર્ટ ગુ. ૨જી. નં. ૦૦૮૪/૨૫ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ ના કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો જથ્થો ૬ કીલો ૮૯૦ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) કેસમાં આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે નો જામીન પર છુટકારો

બનાવની ટુંકમાં વિગત એવી છે કે હળવદ પોલીસે ૬ કીલો ૮૯૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે રહે. હાલે હળવદ ને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ અને તે આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી કે. આર. પંડયા સાહેબ શ્રી એ આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે ને રૂા. ૧૫,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.