સજનપર ગામે ગામડાના બે પરીવાર વચ્ચે કોઈ મુદ્દે વૈમનસ્ય ના બી રોપાયા હોય અગાઉ બે મહીના પૂર્વે પણ સામાન્ય રકઝક ઝગડા મા પરીણમ્યા બાદ પોલીસ ફરીયાદ થવા પામી હતી.

ટંકારાના સજનપર ગામે જુની અદાવત ની બબાલનો ખાર રાખી વૃધ્ધા ને ત્રણ શખ્સોએ એક સંપ કરી બબાલ કરી બેફામ ગાળો ભાંડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબ ની રાવ ભોગ બનનારા વૃધ્ધા એ ટંકારા પોલીસ મથકે નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના પ્રસિધ્ધ નાનાજડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા સજનપર ગામે રહેતા રૂક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા એ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેના દીકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ ગામડાના સ્થાનિક હરજીભાઈ લીંબાભાઈ સાથે માથાકુટ થયા બાદ એ બાબતનો ખાર રાખી વૃધ્ધા તેમના પુત્રવધુ સાથે ગામડામા આવેલા મંદિરે દર્શન કરી પોતાના ઘરે જતા હોય એ દરમિયાન મારગ મા હરજીભાઈ લીંબાભાઈ બરાસરા મળતા તેઓ બેફામ ગાળો ભાંડવા લાગ્યા હતા. જેથી ફરીયાદી વૃધ્ધા એ વિના કારણે ગાળો આપવા બોલવા ની ના પાડતા હરજીભાઈ લાજવા ને બદલે ગરજવા લાગી ઉશ્કેરાયા હતા અને પોતાને માર મારી ધક્કો મારી જમીન પર પછાડી દીધા હતા.બાદ લાત ફટકારી આજ તો પતાવી જ દેવી છે. એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લમણાઝીક હજી સમી નહોતી ત્યા તેમના સગા અશોકભાઈ બચુભાઈ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરા સહિતના ત્રણેય ઈસમો ફરી ડખ્ખો કરવા વૃધ્ધા ના ઘર નજીક પહોંચી બેફામ ગાળાગાળી કરી વાતાવરણ કલુસીત કરી ત્રણેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


