રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં ચર્ચા થયા મુજબ મોરબી સહીત રાજ્યમાં નવ મહાનગરપાલિકાને મંજુરી આપવામાં આવી છે સાંજે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
મોરબીને મહાનગરપાલિકા ક્યારે મળશે તેની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી તે તમામ અટકળો પર આજે વિરામ લાગી ગયું છે આજે રાજ્યને કેબીનેટ બેઠકમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકા તરીકે મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની સત્તાવાર જાહેરાત સાંજે કરવામાં આવશે જોકે જાણકારોના મતે નિર્ણય લેવાઈ ચુક્યો છે અને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તે નક્કી જ છે મોરબીને મનપાનો દરજ્જો મળતા શહેરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે



