જમ્મુ ખાતે ફરજ બજાવતા સૈનિક નુ બિમારી સબબ મૃત્યુ થતા વતનમા સન્માન પૂર્વક અંતિમ વિદાય.


દેશના સિમાડા ઉપર દેશના સિમાડા નુ રખોપુ કરી ભારતીય સૈન્ય મા રાષ્ટ્રના સૈનિક બની ફરજ બજાવતા ટંકારા તાલુકાના છેવાડાના નાનકડા જોધપર ઝાલા ગામના વતની પરેશભાઈ સારેસા નામના જવાન નુ ટુંકી બિમારી સબબ આર્મી હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નિપજતા તેમના પાર્થિવ દેહને તેમના વતનના ગામડે લવાતા પરીવાર સહિત પંથક હિબકે ચડયુ હતું. અંતિમયાત્રા પૂર્વે લશ્કર ના અમલદારો અને સાથી જવાનોએ ઉપસ્થિત રહી સલામી આપી હતી.
ટંકારા તાલુકાના અંતરીયાળ આવેલા નાનકડા જોધપુર ઝાલા ગામના સાધારણ પરીવારના પરેશભાઈ સારેસા નામના યુવાન આજથી અઢાર વર્ષ પૂર્વે ભારતીય લશ્કરમા જોડાયા હતા. આ દરમિયાન તેઓએ ગુજરાત ઉપરાંત, પશ્ર્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિતનાં અનેક સરહદોની સીમા ઉપર ફરજ બજાવી હાલ જમ્મુ ના ઉધમપુર આર્મી કેમ્પ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેઓ બિમાર પડતા સારવાર હેઠળ ખસેડાયા હતા. અને તેઓ હાલ અમદાવાદ આર્મી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમા દાખલ હતા. પરંતુ સારવાર કારગત નિવડે એ પૂર્વે હોસ્પિટલમા જ દમ તોડી દેતા પરીવાર હતપ્રભ થયો હતો. ભારતના અદના સૈનિક નુ બિમારી સબબ મૃત્યુ થતા લશ્કર ના નિયમ મુજબ તેઓના પાર્થિવ દેહને તેમના વતન સન્માન પૂર્વક લાવીને પરીવાર ને સુપ્રત કરાયો હતો. દેશના સિમાડા ના રખોપા કરતા જવાનનુ મૃત્યુ થતા ગામડે તેમના અંતિમ સંસ્કાર પૂર્વે શહિદ જવાનને જમ્મુ-કાશ્મીર,રાજકોટ, જામનગર, અમદાવાદ સહિતથી આર્મી ના સિનિયર અમલદારો ઉપરાંત સાથી જવાનોએ ઉપસ્થિત રહી સલામી આપી હતી. વીર જવાનની અંતિમયાત્રામા પ્રાંત અધિકારી, જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન કમળાબેન ચાવડા, ટંકારાના ધારાસભ્ય, રાજકીય અગ્રણી અશોકભાઈ ચાવડા, સમસ્ત ગ્રામજનો ઉપરાંત,પંથકના અનેક લોકો અને તાલુકા- જીલ્લા ના એક્સ આર્મી જવાનો, સામાજીક રાજકીય અગ્રણીઓ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી જવાનના પરીવાર ને શાંત્વના પાઠવી હતી. મૃતક વીર જવાન પરેશકુમાર સારેસાનુ બેસણુ તા. ૨ જી જાન્યુઆરીએ તેમના વતનના ગામ જોધપર ઝાલા ગામે રાખેલ હોવાનુ નાગજીભાઈ ચૌહાણે જણાવ્યુ હતુ.