મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ટંકારા તાલુકાના ધુનડા(ખા.)ગામના ચકચારી વ્યાજ વટાવના પ્રકરણમાં આરોપીઓ (૧)કાલીકાસિંહ બંન્નેસિંહ ગોહીલ (૨) સવજીભાઈ લવજીભાઈ માલકીયાના ઓનો જામીન પર છુટકારો
ટંકારા તાલુકા પોલીસે આ કામના ફરીયાદીની ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીની બેનના પતિને સીરામીકના ધંધામાં ખોટ જતાં દેવુ થઈ જતાં પોતાની ખેતીની જમીનનુ સોદાખત કરી અડાણે મુકેલ હોય આ ખેતીની જમીન છોડાવવા આરોપી નં.૧ તથા ૨ પાસેથી રૂ.૩૦ લાખ વ્યાજે લીધેલ હોય અને આરોપી નં.૧ એ ફરીયાદીની બેનના પતિને કામનુ બહાનુ કરી ટંકારા લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરી. ના બેન તથા તેઓના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હરી. ના પતીને ભયમાં મુકી છરી બતાવી ટંકારા સબ રજીસ્ટાર કચેરીમાં લઈ જઈ આરોપી નં.૧ નાએ તેનો બળજબરીથી પોતાના ભાઈના નામનો દસ્તાવેજ કરાવી લઈ, આરોપી નં.૧ તથા ૨ નાએ વ્યાજ વટાવધારા લાઈસન્સ વગર નાણાની ધીરધાર કરી ફરી.બેનના પતી પાસેથી ઉંચુ વ્યાજ વસુલીતેમજ મુદલ પૈકી પૈસા વસુલ કરી બાકી રહેતા વ્યાજ સહીતના પૈસા રૂ. ૧૨ લાખ ચુકવ્યેથી ફરી. ને તેઓના ઉપરોકત ખેતરનો દસ્તાવેજ કરી આપવાનું કહી કરી. પોતાનું બીજુ ખેતર વેચી વ્યાજ સહીતની બાકી રહેતા રૂ.૧૨ લાખ લઈ ફરી. ના પતીના નામે ઉપરોકત ખેતરનો દસ્તાવેજ કરી આપવા કરી. તથા ફરી.ના પતીએ આરોપીઓને કહેતા આરોપી નં.૧ તથા ૨,૩ નાએ ફરી. તથા સાહેદને ભુલી જજો એવુ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કર્યા અંગેની ફરીયાદ આપેલ જેથી આ પ્રકરણમાં ટંકારા પોલીસે આઈ.પી.સી. કલમ.૩૮૬,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા નાણા ધીરધાર કરનારા એકટની કલમ-૪૦,૪૨ મુજબનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરેલી.
આ કામના આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયાને આરોપીઓ તરફે જામીન પર છોડાવવા અરજી કરેલ. બન્ને પક્ષ ની ધારદાર દલીલ બાદ આરોપીના એડવોકેટની તમામ દલીલ માન્ય રાખતા આરોપીઓને નામ. ડીસ્ટ્રકટ એન્ડ સેસન્સ કોર્ટે બંને આરોપીઓને રૂ.૨૫૦૦૦ ના શરતી જામીન પર છુડવાનો હુકમ કરેલ.
આરોપીઓ તરફે મોરબીના સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ અંગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, રવી ચાવડા, કુલદીપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, ઉપા બાબરીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.



