મોરબી: ક્યારે વ્યાજખોરોની ભૂખ પુરી થશે ?

Advertisement
Advertisement

વ્યાજખોરો ની ભૂખ સંતોષવા હવે પીડિત પરિવાર શુ કરે ?

મોરબી જિલ્લો બન્યા બાદ ઉદ્યોગ હરણફાળ વિકાસ કરી રહ્યો છે દેશ વિદેશમાં સારી લોકચાહના મળી રહી છે ત્યારે બીજી તરફ ગુનાહ પણ વધતા જાય છે. હત્યા ,લૂંટ,દારૂ,જુગાર, તમામ ગેરકાયદેસર પ્રવુતિ જાણે મોરબીમાં થઈ રહી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કારણકે પહેલા લોકો હાથ ઉછીના નાણા આપતા એકબીજાની મદદ કરીને આર્થિક તંગી દૂર કરતા પરંતુ હવે જે રીતે મોરબીમાં વ્યાજનું દુષણ ઘર કરી ગયું છે ત્યારે. અનેક લોકોના પરિવાર ભયના માહોલમાં પોતાનો જીવ બચાવી રહ્યા છે વ્યાજખોરો ની ભૂખ દિનપ્રતિદિન વધતી જાઇ છે ..10 ટકા થી લઈને 50 ટકા સુધી વ્યાજ વસુલ કરીને આજકાલ ની યુવાપેઢી પોતાના મનમાં કોઈ મોટો બાદશાહ સમજી રહી છે પરંતુ આ વ્યાજનો રૂપિયો હંમેશા ઘરમાં કલેશ સિવાય કંઈ જ નહીં આપે તેવું કયારે સમજશે

ખેર વ્યાજખોરો કોરા ચેક લઈને વ્યાજ વસુલ કરતા ત્યાં સુધી બરાબર છે પરંતુ હવે તો જમીનો પણ પોતાના કબ્જા માં લેવાનો પૂરો પ્લાન ઘડીને રૂપિયા વ્યાજે આપતા હોય તેવું ફરિયાદી પોલીસ મથકમાં કહી રહ્યા છે

મોરબીના આલાપ રોડ પર અંજનીપાર્કમાં રહેતા રવિરાજ જગદીશભાઈ દેત્રોજાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રવિરાજ એ આરોપી ભાવેશ હરિભાઈ દેવાયતકાના કહેવાથી આરોપી જયદીપભાઈ બાબુભાઈ બસિયા પાસેથી કુલ રૂપિયા ૨,૦૦,૦૦૦ લીધેલ હોય જેનું અલગ અલગ તારીખે સમયે આરોપી પાસેથી રૂ.૧૩,૦૦,૦૦૦ વ્યાજ ચૂકતે કરેલ છતાં ઉચું વ્યાજ તથા મૂળ રકમ સહીત રૂ.૨૨,૦૦,૦૦૦ ચૂકતે કરી દીધેલ હોવા છતાં આરોપી ભાવેશ હરિભાઈ દેવાયતકા,જયદીપભાઈ બાબુભાઈ બસિયા અને રાજેશભાઈ લાખાભાઈ સોઢીયા એ રવિરાજ પાસેથી મૂડી વ્યાજ સહીત રૂ,૨૨,૦૦,૦૦૦ બળજબરીથી કાઢવી લેવા મોત નીપજાવવા ના ભયમાં મૂકી બળજબરીથી રવિરાજને માણેકવાડા ગામની સીમમાં આવેલ જમીનનું લખાણ કરાવી સોદાખત કરાવી લઇ તેમજ બે કોરા ચેક લઇ રૂપિયા કઢાવવા પઠાણી ઉધરાણી કરી અવનારવાર ફોન પર તેમજ રૂપિયા નહિ આપતો બાકીની વ્યાજની રકમ મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કાઢવી લેવાનો પ્રયાસ કર્યો હોવાનીફરીયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.