મોરબી:લોન કોઈના નામે લીધા બાદ જો નિયત બગડે એટલે દાદગીરી કરવાની ?

Advertisement
Advertisement

સ્વાભાવિક છે એકબબીજાની મદદ કરવી જોઈએ માણસાઈ તરીકે પરંતુ સમય હવે ખરાબ છે કારણકે એક ભાઈને લોનની જરૂર પડી અને સબંધ ના દાવે સંબંધી એ મદદ કરી પરંતુ લોન મળી ગયા બાદ નિયત બગડી હોય અને હપ્તા નો ભરવા હોય એટલે દાદગીરી કરીને જાન થી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની એક ફરિયાદ નોંધાઈ છે

મોરબીના ભડિયાદ રોડ પર બૌધ્ધનગરમાં પડોસીને લોન કરાવી દેવા મામલે જે મામલે એક શખ્સે ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

બૌદ્ધનગરમાં રહેતા જગદીશભાઈ કલાભાઈ પરમારે મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેમના પત્ની સાહેદ કોકીલાબેન આજથી સાતેક મહિના અગાઉ તેમના પડોશમાં રહેતા આરોપી પ્રવીણભાઈ રામજીભાઈ પુરાણી તથા તેમના પત્ની જયશ્રીબેનને જગદીશભાઈ એ તેઓના નામે લોન કરાવી અપાવી આશરે એક લાખ સાઈઠ હજાર રૂપિયાની આર્થીક મદદ કરેલ હોય જે આરોપીને પરત આપવાનો ઈરાદો ના હોય જેથી આરોપીએ ફરિયાદી જગદીશભાઈને તા. ૨૫-૧૦ ના રોજ ફોનમાં ગાળો આપી છરીના ધોદા મારવાની તથા ૧૦-૧૨ ના રોજ ફરિયાદી જગદીશભાઈ તથા તેઓના પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે